T20 World Cup 2022 : ઓસ્ટ્રેલિયા નહીં પરંતુ આ ટીમો છે વર્લ્ડકપની દાવેદાર, જાણો કઈ ટીમમાં કેટલો દમ?
T20 ક્રિકેટ વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો બાકી છે. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની દાવેદાર માનવામાં આવી રહી છે.
T20 ક્રિકેટ વર્લ્ડકપને હવે ગણતરીના દિવસો બાકી છે. ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડકપની દાવેદાર માનવામાં આવી રહી છે. જો કે ઓસ્ટ્રેલિયા સિવાયની અન્ય આ ટીમોને પણ T20 વર્લ્ડકપની દાવેદાર માનવામાં આવે છે.

ભારત
ટીમ ઈન્ડિયા હાલમાં T20 રેન્કિંગમાં નંબર-1 છે અને તે જ સ્ટેટસ સાથે T20 વર્લ્ડ કપ-2022માં પ્રવેશ કરશે. ભારત વર્લ્ડકપનું મજબુત દાવેદાર છે. ભારતે આ વર્ષમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 32 T20 રમી છે. જે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા કરતા ડબલ છે. આ 32 મેચોમાંથી ભારતે 23માં જીત અને 8માં હારનો સામનો કરવો પડ્યો છે.

ઓસ્ટ્રેલિયા
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા હાલમાં T20 રેન્કિંગમાં છઠ્ઠા સ્થાન પર છે. આ વર્ષે T20 વર્લ્ડ કપ હોવા છતાં ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી માત્ર 14 T20 રમી છે. આમાં કાંગારૂ ટીમે 9 મેચ જીતી છે અને 4માં હારનો સામનો કરવો પડ્યો છે.

ન્યૂઝીલેન્ડ
ન્યૂઝીલેન્ડ હાલમાં ICC T20 રેન્કિંગમાં પાંચમા સ્થાને છે. પરંતુ આ વર્ષે ચેમ્પિયન બનવાનો તેનો દાવો મજબૂત છે. કેન વિલિયમસનની આગેવાની હેઠળની કીવી ટીમ આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર એક જ T20 હારી છે.

પાકિસ્તાન
બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાની ટીમ ICC T20 રેન્કિંગમાં ચોથા સ્થાન પર છે. ટોપ-5 ટીમોમાં ભારત અને ઈંગ્લેન્ડ બાદ પાકિસ્તાને અત્યાર સુધીમાં સૌથી વધુ 15 T20 રમી છે. જેમાંથી 7 જીત છે અને 8 માં હાર થઈ છે.

ઈંગ્લેન્ડ
ઈંગ્લેન્ડની ટીમ હાલમાં T20 રેન્કિંગમાં બીજા સ્થાને છે. તેણે 2022માં અત્યાર સુધી રમાયેલી 18 ટી20માંથી 8 મેચ જીતી છે જ્યારે 10 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષે ઈંગ્લેન્ડે 44 ટકા T20 મેચ જીતી છે.

દક્ષિણ આફ્રિકા
T20 રેન્કિંગમાં ત્રીજા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાએ પણ આ વર્ષે વધુ T20 રમી નથી. આફ્રિકન ટીમ હાલમાં જ ભારત સામે ટી-20 સિરીઝ હારી ગઈ છે. તેણે 2022માં અત્યાર સુધી 13 ટી20માંથી 7 જીતી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે.












Click it and Unblock the Notifications
