NZ vs BAN : બાંગ્લાદેશની બીજી હાર, ન્યૂઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર પહોંચી
ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને વર્લ્ડ કપર્ની શરૂઆત કરનારી ન્યૂઝીલેન્ડે સતત ત્રીજી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશને 8 વિકેટે હરાવીને પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર પહોંચી ગઈ છે.
ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશના 246 રનનો પીછો 2 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમસને 78 રન બનાવ્યા. તેના પગના સ્નાયુઓ ખેંચાઈ જતા રિટાયર હર્ટ થઈને પેવેલિયન પરત ફર્યો.

ઈંગ્લેન્ડ અને નેધરલેન્ડ બાદ ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવ્યું છે. ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડ કપ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપમાં અત્યાર સુધી ત્રણ મેચ રમી છે અને ત્રણેય મેચ જીતી છે.
આ જીત ન્યૂઝીલેન્ડ માટે પણ ખાસ છે કારણ કે ન્યૂઝીલેન્ડે મુશ્કેલ પીચ પર સમજદારીપૂર્વક બેટિંગ કરી અને રનનો પીછો આસાનીથી કર્યો.
બીજી તરફ બાંગ્લાદેશે અફઘાનિસ્તાન સામે જીત સાથે વર્લ્ડ કપની શરૂઆત કરી હતી પરંતુ બાંગ્લાદેશની ટીમ તે જીતનો સિલસિલો જાળવી ન શકી અને બાંગ્લાદેશને ઈંગ્લેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
ત્યારબાદ હવે ન્યૂઝીલેન્ડ સામે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાં બીજી હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ત્રણ મેચ રમી છે, માંથી બેમાં હાર અને એકમાં જીત મેળવી છે. શાકિબ અલ હસનની કપ્તાનીમાં બાંગ્લાદેશ આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે.
પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુશ્ફિકુર રહીમે સૌથી વધુ 66 રનની ઇનિંગ રમી. આ સિવાય કેપ્ટન શાકિબ અલ હસનના બેટમાંથી 40 મહત્વપૂર્ણ રન આવ્યા. છેલ્લી ઓવરોમાં મહમુદુલ્લાહે 49 બોલમાં 40 રનની ઝડપી ઇનિંગ રમીને બાંગ્લાદેશને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યું.












Click it and Unblock the Notifications
