આઇપીએલ 7: ક્યાંક ઉજવણી, ચીયરિંગ તો ક્યાંક અનોખો અંદાજ

લોકસભાની ચૂંટણી વચ્ચે આઇપીએલ પણ પોતાની ધુમ મચાવી રહી છે. જેમ જેમ આઇપીએલની મેચો આગળ વધતી જાય છે, તેમ તેમ ટીમના ખેલાડી, સમર્થકો અને માલિકોનો ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. ક્યાંક ટીમના માલિકો ટીમનો ઉત્સાહ વધારવા ટીમને ચીયરિંગ કરતા જોવા મળી રહ્યાં છે, તો ક્યાંક વિજય મળ્યા બાદ માલિકો ટીમના ખેલાડીઓ સાથે વિજયની ઉજવણી કરતા જોવા મળી રહ્યાં છે.

ક્યાંક ટીમના માલિક વિદેશી મહેમાનો સાથે મુલાકાત કરવામાં વ્યસ્ત છે, તો ક્યાંક ટીમના ખેલાડીઓ વિવિધ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે બેસીને ચર્ચા કરતા પણ જોવા મળ્યા છે. એટલું જ નહીં જે ગરમી અને ઉત્સાહ આપણને આઇપીએલની મેચ દરમિયાન મેદાન પર જોવા મળે છે, તેવો જ માહોલ સ્ટેડિયમમાં મેદાનની રમત દરમિયાન પણ જોવા મળી રહ્યો છે. આવી જ કેટલીક તસવીરો આજે અમે અહીં રજૂ કરી રહ્યાં છીએ. તો ચાલો આઇપીએલની અનોખી તસવીરોને જોઇએ.

આઇપીએલ ટીમના ફેન્સ

આઇપીએલ ટીમના ફેન્સ

બેંગ્લોરના ચિન્નાસ્વમી સ્ટેડિયમ ખાતે બેંગ્લોર અને હૈદરાબાદની મેચ દરમિયાન હાજર રહેલા આઇપીએલની બન્ને ટીમના ફેન્સ.

ટીમ સાથે વિજયની ઉજવણી

ટીમ સાથે વિજયની ઉજવણી

પંજાબની ટીમ સામે વિજય મળ્યા બાદ મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સાથે વિજયની ઉજવણી કરી રહેલા માલિક નીતા અંબાણી અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકર.

પ્રીતિએ વધાર્યો ટીમનો ઉત્સાહ

પ્રીતિએ વધાર્યો ટીમનો ઉત્સાહ

મુંબઇમાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમ સામેની આઇપીએલની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો ઉત્સાહ વધારી રહેલી બૉલીવુડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા.

ગોરેગાંવમાં રાજસ્થાનની ટીમ

ગોરેગાંવમાં રાજસ્થાનની ટીમ

ગોરેગાંવમાં યુનિવર્સિટીની વિદ્યાર્થીઓ સાથે આઇપીએલ રાજસ્થાન રોયલ ટીમના સભ્યો શેન વોટ્સન, રાહુલ દ્રવિડ અને સાથી ખેલાડીઓ.

રાંચીમાં ક્રિકેટ ફેન્સ

રાંચીમાં ક્રિકેટ ફેન્સ

રાંચીના જીએસસીએ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને કોલકતા નાઇટ રાઇડર્સ વચ્ચેની આઇપીએલ મેચમાં ઉત્સાહિત ક્રિકેટ ફેન્સ.

અબુધાબીમાં શાહરુખ ખાન

અબુધાબીમાં શાહરુખ ખાન

અબુધાબીમાં કોલકતના નાઇટ રાઇડર્સની એક મેચ દરમિયાન શેખ નહાયન મુબારક સાથે ચર્ચા કરી રહેલો બૉલીવુડ અભિનેતા શાહરુખ ખાન.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X