Olympics 2024 : Manu Bhaker એ બ્રોન્ઝ પર નિશાન તાક્યુ, ભારતને ખાતામાં પહેલો મેડલ

ઓલિમ્પિક શરૂ થયા બાદથી ભારતની મેડલની રાહ પુરી થઈ ગઈ છે. મનુ ભાકરે ભારતને પહેલો ઓલિમ્પિક મેડલ અપાવીને ગૌરવ અપાવ્યુ છે.

પેરિસ ઓલિમ્પિકના બીજા દિવસે શૂટર મનુ ભાકરે ભારતને બ્રોન્ઝના રૂપમાં પહેલો મેડલ અપાવ્યો છે. મનુ ભાકેરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો.

Manu Bhaker

મનુ રવિવારે પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા શૂટર બની છે.

તે ફાઇનલમાં તેના હરીફ કિમ યેજી કરતાં માત્ર 0.1 પોઈન્ટ પાછળ રહી. કિમે સિલ્વર મેડલ જીત્યો અને તેના કોરિયન દેશબંધુ ઓહ યે જીને ગોલ્ડ મેડલ જીત્યો.

અગાઉ પેરિસ ઓલિમ્પિકના પ્રથમ દિવસે મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં ક્વોલિફિકેશન રાઉન્ડમાં 580ના સ્કોર સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. મનુ ભાકરે ક્વોલિફિકેશનમાં સર્વોચ્ચ પરફેક્ટ સ્કોર (27) બનાવ્યો અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

18 ફેબ્રુઆરી 2002ના રોજ હરિયાણાના ઝજ્જરમાં જન્મેલા ભાકરે શરૂઆતમાં બોક્સિંગ અને ટેનિસ જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો, પછી શૂટિંગમાં રસ કેળવ્યો. તેણીએ 2017 માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને ખૂબ જ ઝડપથી સારા પ્રદર્શન સાથે તેની છાપ બનાવી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X