Olympics 2024 Medal Tally : ઓલિમ્પિકમાં અત્યારસુધી કોણે કેટલા મેડલ જીત્યા?

Olympics 2024 Medal Tally : પેરિસ ઓલિમ્પિકમાં પહેલો દિવસ ભારત માટે ખાસ રહ્યો નથી. શુટિંગમાં નબળા પ્રદર્શન વચ્ચે મનુ ભાકરે ક્વોલિફાય કરીને સારા સમાચાર આપ્યા છે.

એક દિવસ બાદ મેડલ ટેલી પર નજર કરીએ તો અત્યાર સુધીમાં વિવિધ દેશોએ કુલ 7 મેડલ જીત્યા છે. આ લિસ્ટમાં ભારતનું નામ નથી.

Olympics

પેરિસ ઓલિમ્પિક 2024ના પહેલા દિવસે ચીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ચીને પેરિસ ઓલિમ્પિક 2024નો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

યુટિંગ હુઆંગ અને લિહાઓ શેંગની 10 મીટર એર રાઈફલ જોડીએ પેરિસ ઓલિમ્પિકનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો. આ સાથે ચીન પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે.

આ પછી ચીને બીજો ગોલ્ડ જીત્યો. પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની ચાંગ યાની અને ચેન યીવેને ડાઇવિંગ મહિલાઓની સિંક્રોનાઇઝ 3 મીટર સ્પ્રિંગબોર્ડમાં તેમનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો છે. ચીને પહેલા જ દિવસે બે ગોલ્ડ મેડલ સાથે શાનદાર શરૂઆત કરી છે.

કઝાકિસ્તાને પેરિસ ઓલિમ્પિક 2024નો પહેલો મેડલ બ્રોન્ઝના રૂપમાં જીત્યો છે. 1996 પછી શૂટિંગમાં કઝાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. એલેક્ઝાન્ડ્રે લે અને ઇસ્લામ સતપાયેવની મિશ્ર 10 મીટર રાઇફલ જોડીએ પેરિસ 2024નો પ્રથમ મેડલ જીત્યો. કઝાકિસ્તાને જર્મનીને 17-5થી હરાવીને મેડલ જીત્યો.

આ દેશોએ પણ મેડલ જીત્યા
ચીન (2 ગોલ્ડ)

કઝાકિસ્તાન (1 બ્રોન્ઝ)

અમેરિકા (1 સિલ્વર)

રિપબ્લિક ઓફ કોરિયા (1 સિલ્વર)

અને ગ્રેટ બ્રિટન (1 સિલ્વર)

કોરિયાએ 10 મીટર એર રાઈફલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો, યુનાઈટેડ સ્ટેટ્સે મહિલાઓની ડાઈવિંગ સિંક્રનાઈઝ્ડ 3 મીટર સ્પ્રિંગબોર્ડ ઈવેન્ટમાં સિલ્વર જીત્યો, જ્યારે ગ્રેટ બ્રિટને યાસ્મીન હાર્પર અને સ્કારલેટ મે જેન્સને ડાઈવિંગમાં બ્રોન્ઝ જીત્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X