Olympics 2024 : ઓલિમ્પિકમાં એન્ટ્રી સાથે જ પાકિસ્તાન શર્મશાર, કોમેન્ટેટરે પોલ પોલી

પેરિસ ઓલિમ્પિકની શરૂઆત થઈ ગઈ છે. ઓલિમ્પિકની શરૂઆત સાથે જ પાકિસ્તાન ચર્ચામાં આવ્યુ છે.

પેરિસ ઓલિમ્પિક 2024ના ઉદઘાટન સમારોહમાં એક કોમેન્ટેટરે પાકિસ્તાની ટીમને માર્ચ પાસ્ટમાં પ્રવેશતાની સાથે જ કહ્યું કે 240 મિલિયનની વસ્તી અને 7 એથ્લેટ્સ. હવે આ મુદ્દે ચર્ચા શરૂ થઈ છે.

pakistan olympic

હવે સોશિયલ મીડિયા પર આ ઇસ્લામિક દેશ પાકિસ્તાનની કિરકિરી શરૂ છે. જણાવી દઈએ કે આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાન તરફથી કુલ 18 સભ્યોની ટીમ મોકલવામાં આવી છે. તેમાં 7 ખેલાડીઓ અને 11 અધિકારીઓ સામેલ છે.

ઉદઘાટન સમારોહ દરમિયાન એક કોમેન્ટેટર કથિત રીતે જણાવ્યું કે, પાકિસ્તાન 240 મિલિયનથી વધુ લોકોનો દેશ છે, પરંતુ માત્ર 7 એથ્લેટ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે" સ્થાનિક ભાષામાં કરવામાં આવેલી આ ટિપ્પણી બાદ પાકિસ્તાની મીડિયા હવે ઓલિમ્પિક આયોજકોને નિશાન બનાવી રહ્યું છે. અહીંના ઘણા પત્રકારોએ પણ આ માટે તેમની સરકારને ઘેરી છે.

આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર પાકિસ્તાન સરકારની ટીકા થઈ રહી છે. એક યુઝરે લખ્યું કે, પાકિસ્તાન 240 મિલિયનથી વધુ લોકોનો દેશ છે, પરંતુ માત્ર 7 એથ્લેટ્સ ઓલિમ્પિકમાં આવ્યા છે, આ ખૂબ જ શરમજનક છે અને તેનાથી ઘણું દુઃખ પણ થાય છે. આના માટે કોણ જવાબદાર છે?

એક પોસ્ટમાં લખ્યું કે, પેલેસ્ટાઈનની વસ્તી 5.5 મિલિયન, એથ્લેટ્સ 8 પહોંચ્યા છે, પાકિસ્તાનની વસ્તી 240 મિલિયન એથ્લેટ્સ 7 પર પહોંચ્યા, અમે ખરેખર સળંગ સૌથી નીચા સ્તરે જઈ રહ્યા છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X