Olympics 2024 :પીવી સિંધુની જીત સાથે શાનદાર શરૂઆત, માલદિવની ખેલાડીને હરાવી
Olympics 2024 : ઓલિમ્પિકમાં ભારત માટે બેટમિન્ટનમાં સારા સમાચાર આવ્યા છે. પીવી સિંધુએ જીત સાથે શરૂઆત કરતા માલદિવની ખેલાડીને હરાવીને અભિયાનની શરૂઆત કરી છે.
આજના મુકાબલામાં પીવી સિંધુએ મહિલા સિંગલ્સના ગ્રુપ-એમમાં માલદીવની ફાતિમા નબાહા અબ્દુલ રઝાકને હરાવીને તેની પ્રથમ મેચ જીતી લીધી.

સિંધુએ આ સેટ 21-9, 21-6થી જીત્યો. સિંધુએ માત્ર 29 મિનિટમાં જ મેચ જીતી લીધી. હવે સિંધુનો મુકાબલો 31 જુલાઈના રોજ બીજા ગ્રુપ-મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સાથે થશે અને તે મેચમાં તેની નજર જીત અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા પર હશે.
પીવી સિંધુએ 2016 રિયો ગેમ્સમાં ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતીને પ્રથમ ભારતીય મહિલા એથ્લેટ બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
હવે તેણે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ તરફ એક પગલું ભર્યું છે. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે.
પીવી સિંધુ સતત ત્રીજી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. માલદીવની ફાતિમા નબાહાએ પેરિસ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆતની મેચમાં અબ્દુલ રઝાકને હરાવી હતી. હવે તે તેની બીજી ગ્રુપ M મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબા સામે ટકરાશે.












Click it and Unblock the Notifications
