Olympics 2024 : ઓલિમ્પિક રમતા ખેલાડીઓને કઈ કઈ સુવિધાઓ મળે છે?
Olympics 2024 : ક્રિકેટની દુનિયામાં ડંકો વગાડ્યા બાદ હવે ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક માટે તૈયાર છે. ખેલાડીઓ ઓલિમ્પિક માટે લાંબો સમય સુધી તૈયારી કરતા હોય છે.
ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિક માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે ઓલિમ્પિકમાં જનારા ખેલાડીઓને કમિટી દ્વારા શું સુવિધાઓ આપવામાં આવે છે?

પેરિસ ઓલિમ્પિક માટે ટીમો રવાના થઈ ગઈ છે. જેમાં નેશનલ ઓલિમ્પિક કમિટી (NOC) ના ખેલાડીઓ ભાગ લે છે. 2024માં યોજાનારી ઓલિમ્પિકમાં 206 NOCમાંથી લગભગ 10,500 એથ્લેટ ભાગ લેશે.
પેરિસ ઓલિમ્પિક માટે ટીમો સેન્ટ-ડેનિસ, સેન્ટ-ઓન અને લ'ઈલે-સેન્ટ-ડેનિસમાં ફેલાયેલા ગામોમાં જશે. જ્યાં ઓલિમ્પિક ગેમ્સ દરમિયાન 14,250 એથ્લેટ્સ અને પેરાલિમ્પિક ગેમ્સ દરમિયાન 8,000 એથ્લેટ્સ રોકાશે.
અહીં દરરોજ 60,000 લોકો સુધીનું ભોજન પીરસવામાં આવશે અને એથ્લેટ્સ માટે દરેક સમયે મેડિકલ ક્લિનિક ઉપલબ્ધ રહેશે.
અહીં ખેલાડીઓને રહેવાની સુવિધા પણ આપવામાં આવશે. જ્યાં ઓલિમ્પિક માટે એક ખાસ ગામ બનાવવામાં આવ્યું છે ત્યાં ગેમ્સ પછી 2,500 નવા મકાનો, એક વિદ્યાર્થી નિવાસ, એક હોટેલ, ત્રણ હેક્ટરનો લેન્ડસ્કેપ પાર્ક, લગભગ સાત હેક્ટર બગીચાઓ અને ઉદ્યાનો, 120,000 ચોરસ મીટર ઓફિસો 3,200 ચોરસ મીટરમાં દુકાનો બાંધવામાં આવશે.












Click it and Unblock the Notifications
