For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Olympics: 1500 મીટર રેસના અંતિમ લેપમાં પડી ગઈ દોડવીર, છતાં જીત્યો ગોલ્ડ મેડલ

Olympics: 1500 મીટર રેસના અંતિમ લેપમાં પડી ગઈ દોડવીર, છતાં જીત્યો ગોલ્ડ મેડલ

|
Google Oneindia Gujarati News

ખેલાડીઓ અને ખેલના ઝજ્બાની કહાનીઓ તો ઘણી સાંભળી હશે પરંતુ ઓલિમ્પિકના મેદાનમાં બનેલી ઘટનાઓ હંમેશા જીવંત થઈ ઉઠે છે. આવા જ ખેલાડીઓની હાર ના માનવા અને લડવાના ઝજ્બાને બનાવી રાખવાની કહાનીઓ ટોક્યોમાં રમાયેલ ઓલિમ્પિક દરમિયાન પણ બની. ઓલિમ્પિકમાં મહિલાઓની 1500 મીટર કેટેગરી દોડમાં આવું જ કંઈક જોવા મળ્યું જ્યાં કેન્યાની ફેથ કાઈપ્યોગને ના માત્ર પોતાનો ગોલ્ડ મેડલ બચાવ્યો બલકે સાબિત પણ કરી દીધું કે જ્યાં સુધી તમે હાર નથી માની લેતા ત્યાં સુધી તમારી હાર નિશ્ચિત નથી થતી.

Olympics

મહિલાઓની 1500 મીટર રેસમાં ફેથ કાઈપ્યોગને શાનદાર શરૂઆત કરતાં પહેલી 4 લેપમાં બઢત બનાવી રાખી હતી, પરંતુ અંતિમ લેપમાં કંઈક એવું થયું કે બધા ખેલાડીઓની પાછળ રહી ગઈ, છતાં તે હિમ્મત ના હારી અને સમાપ્ત રેખા પર સૌની પહેલાં પહોંચવા માટે પોતાનો જીવ લગાવી દીધો અને તેને સફળતા પણ મળી, આ જીત સાથે જ ગોલ્ડ મેડલ પણ જીતી લીધો.

ફેથે ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો

1500 મીટરની આ રેસમાં બ્રિટેનની લૌરા મ્યૂરે સિલ્વર મેડલ જીત્યો જ્યારે ડચ મહિલા શિફન હસનને બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો જે ખુદ ગોલ્ડની પ્રબળ દાવેદાર હતી. ડચ મહિલા શિફન માટે આ પહેલી ઓલિમ્પિક રેસ હતી અને તેણીએ સતત ફેથથી લીડ બનાવી રાખી હતી. જો કે આખરી રાઉન્ડમાં ફેથે પોતાની સ્પીડ એવી વધારી કે ઓલિમ્પિક રેકોર્ડ પણ તેમને નામ થઈ ગયો અને તેમણે 3.53.11 મિનિટના સમયમાં રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.

હસન 5000 મીટર રેસ ઓલિમ્પિક ચેમ્પિયન બનીને અહીં ઉતરી હતી અને તેની કોશિશ હતી કે તે પોતાના ગોલ્ડ મેડલની હેટ્રિક લગાવે. તેમમે 10,000 મીટર રેસમાં પણ ભાગ લીધો. રેસના મોટાભાગના ભાગમાં હસને ફેથથી બઢત બનાવી રાખી હતી, પરંતુ ફેથે પણ આ દૂરી વધુ ના થવા દીધી.

પડ્યા બાદ ઉભી થઈ અને ગોલ્ડ જીત્યો

જો કે જ્યારે રેસ પોતાની અંતિમ લેપમાં હતી બંને લગભગ ખભાથી ખભા મિલાવીને દોડી રહી હતી. અચાનક જ ફેથ સામે દોડી રહેલી અન્ય મહિલા પડી જાય છે અને તેની સાથે ટકરાઈને ફેથ પણ પડી જાય છે.

આ ક્ષણે એવું લાગ્યું હતું કે કદાચ ફેથ અહીંથી વાપસી નહી કરી શકે, જો કે ફેથે વધુ સમય બરબાદ ના કરતાં ફરીથી ઉભી થઈ અને દોડવું શરૂ કરી દીધું અને અંતિમ ક્ષણોમાં એવી રેસ લગાવી કે તેણીએ હસનને પણ પાછળ છોડી દીધી. ફેથ પડી જતાં હસન થોડી રિલેક્સ થઈ હતી જેણે ફેથ માટે ઓપનિંગ આપી. આ ઉપરાંત હસનના રિલેક્સ થવાનો ફાયદો બ્રિટેનની દોડવીર મ્યૂરને પણ મળ્યો જેમણે 3.54.50ના નેશનલ રેકોર્ડ સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ જીતની સાથે જ 27 વર્ષીય ફેથે ફાઈનલ્સમાં બધાને પ્રભાવિત કરવાનો સિલસિલો યથાવત રાખ્યો.

2015થી સતત ટોપ 2માં ફિનિશ કરી રહી છે

ઉલ્લેખનીય છે કે 2015 બાદથી ફેથે દરેક મોટી ચેમ્પિયનશિપમાં જીત હાંસલ કરી અથવા તો બીજા સ્થાને રહી. ફે્થ માટે આ જીત અતિ મહત્વની હતી કારણ કે તે 2019માં પોતાના બાળકના જન્મના લગભગ બે વર્ષ બાદ ટ્રેક પર વાપસી કરી રહી હતી. ફેથે છેલ્લે 2019ના દોહા વિશ્વ ચેમ્પિયનશિપમાં હસનને પછાડતાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો.

જીત બાદ ફેથે કહ્યું કે, 'હું બહુ ખુશ છું, આ કંઈક એવી જીત હતી જેની મને બિલકુલ ઉમ્મીદ નહોતી. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું. આ બહુ તેજ રેસ હતી અને મને ખબર હતી કે આ મામલો અંતિમ લેપ સુધી જશે. આમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ મજબૂત છે પરંતુ હું ખુશ છું કે ઓલિમ્પિક રેકોર્ડ બનાવી શકી.'

જ્યારે મ્યૂરે કહ્યું કે મેડલ હાંસલ ન કરી શકવાના ડરે મને આટલી તેજ ભાગવા માટે પ્રેરિત કરી. આખરી 100 મીટરમાં મને નથી ખબર કે હું આટલું ક્યારેય ડરી હઈશ. કોઈ મારી આગળ નીકળી જશે અને હું ચોથા નંબરે રેસ પૂરી કરીશ મને તે વાતનો ડર હતો.આખરી સ્ટ્રેચમાં મેં મારો જીવ લગાવી દીધો. મેં નેશનલ રેકોર્ડ તોડ્યો કે નહી મને નથી ખબર પણ બસ એટલી ખબર છે કે આ મેડલ મારો છે.

English summary
Olympics: Runner falls in final lap of 1500m race, yet wins gold medal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X