એક સેન્ટિમીટરે તોડ્યું નિરજ ચોપડાનું સપનું, મેળવ્યું ડાયમંડ લિગની ફાઈનલમાં બીજું સ્થાન
Neeraj Chopra in Diamond League Final 2024: ભાલાફેંકના ભારતીય ખેલાડી નીરજ ચોપરાએ બ્રસેલ્સમાં ડાયમંડ લીગમાં પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં બીજું સ્થાન મેળવ્યું હતું. તેનો શ્રેષ્ઠ થ્રો 87.86 મીટર હતો, જે તેણે તેના ત્રીજા પ્રયાસમાં હાંસલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ 87.87 મીટરના થ્રો સાથે ટાઈટલ જીતવામાં સફળ રહ્યો. તેણે નીરજને માત્ર 0.01 મીટરથી હરાવ્યો હતો.
માત્ર એક સેન્ટીમીટરે સ્વપ્ન તોડ્યું - નીરજ ચોપડાએ તેના છઠ્ઠા અને અંતિમ પ્રયાસમાં 86.46 મીટરનો થ્રો કર્યો, જે ટોચનું સ્થાન મેળવવા માટે પૂરતું ન હતું. આનાથી તે એન્ડરસન પીટર્સ પાછળ બીજા ક્રમે રહી ગયો, જેણે 87.87 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પોતાની લીડ જાળવી રાખી હતી.
નીરજ ચોપરાનું અભિયાન - તેના પાંચમા પ્રયાસમાં નીરજ ચોપડાએ 82.04 મીટરનો થ્રો કર્યો, જેના કારણે તે બીજા ક્રમે રહ્યો. તેનો ચોથો પ્રયાસ પણ 82.04 મીટરના થ્રોમાં પરિણમ્યો, જેણે સતત સારું પ્રદર્શન દર્શાવ્યું હતું, પરંતુ આ થ્રો પીટર્સથી આગળ નીકળી જવા માટે પૂરતો ન હતો.

બીજા ક્રમે રહ્યો નીરજ ચોપરા - નીરજ અને એન્ડરસન પીટર્સ વચ્ચે મોટાભાગના સમયે માત્ર 0.1 મીટરના અંતર સાથે સ્પર્ધા ખૂબ જ ચુસ્ત હતી. નીરજના ત્રીજા પ્રયાસમાં, તે 87.86 મીટરના પ્રભાવશાળી થ્રો સાથે ટોચના સ્થાનની ખૂબ નજીક આવ્યો હતો. નીરજનો બીજો પ્રયાસ ઓછો સફળ રહ્યો, માત્ર 83.49 મીટર સુધી પહોંચ્યો, હજુ પણ પીટર્સ પાછળ બીજા સ્થાને રહ્યો હતો.
ડાયમંડ લીગનો પ્રવાસ - ડાયમંડ લીગમાં નીરજ ચોપરાની સફર શાનદાર રહી છે. કુલ 14 પોઈન્ટની સરસાઈ કરીને આ વર્ષે તે દોહા અને લૌઝેન બંને તબક્કામાં બીજા સ્થાને રહ્યો હતો.
નીરજ ચોપડાએ ઝ્યુરિચમાં યોજાયેલી છેલ્લી શ્રેણીમાં ભાગ લીધો ન હતો. ડાયમંડ લીગ ફાઇનલના વિજેતાને પ્રખ્યાત ડાયમંડ ટ્રોફી, 30,000 ડોલરનું રોકડ ઇનામ અને વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળે છે.
નીરજ ચોપડા અગાઉ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ અને પેરિસ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યો છે, પરંતુ આ સિઝનમાં તેને પાકિસ્તાનના અરશદ નદીમ સામે સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો, જેણે પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.












Click it and Unblock the Notifications
