Pak Vs Zim : T20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેર, જિમ્બાબ્વે સામે પાકિસ્તાન હાર્યુ!
ભારત સામે કરારી હાર બાદ હવે પાકિસ્તાન જિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે પણ હાર્યુ છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમની મુશ્કેલીએ વધતી જોવા મળી રહી છે.
ભારત સામે કરારી હાર બાદ હવે પાકિસ્તાન જિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે પણ હાર્યુ છે. આ સાથે ટી20 વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમની મુશ્કેલીએ વધતી જોવા મળી રહી છે. જિમ્બાબ્વેએ આ મહત્વપુર્ણ મુકાબલામાં પાકિસ્તાનને એક રનથી હરાવ્યુ હતું.

પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રનની જરૂર હતી, પરંતુ બ્રેડ ઈવાન્સની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાન માત્ર 9 રન જ બનાવી શક્યુ હતું અને એક વિકેટ ગુમાવી હતી. અહીં પાકિસ્તાન માત્ર 129 રન જેવો મામુલી સ્કોર પણ બનાવી શક્યુ ન હતું. ઇવાન્સે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. હવે સતત બે હાર બાદ પાકિસ્તાનનો સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.
પાકિસ્તાન ટીમની બેટિંગની વાત કરીએ તો, ઈનિગ્સની શરૂઆત બહુ ખાસ રહી ન હતી. ઓપનર મોહમ્મદ રિઝવાન માત્ર 14 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જ્યારે કેપ્ટન બાબર આઝમ 4 રન બનાવીને આઉટ થયો હતો. પાકિસ્તાનની 3 વિકેટ માત્ર 36 રનના સ્કોર પર પડી ગઈ હતી. ઈફ્કિખાર અહેમદ 5 રનના સ્કોર પર આઉટ થયો હતો. જો કે આ પછી શાન મસૂદે શાદાબ ખાન સાથે મળીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. પરંતુ શાદાબ ખાન 17 રનના સ્કોર પર આઉટ થયો હતો.
પાકિસ્તાનની ટીમે 13.4 ઓવરમાં 88 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. શાદાબ ખાનના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા હૈદર અલી પણ પહેલા જ બોલ પર આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. જે બાદ પાકિસ્તાનનો સ્કોર 14 ઓવરમાં 88 રનમાં 5 વિકેટે થઈ ગયો હતો. પાકિસ્તાનને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે સેટ બેટ્સમેન શાન મસૂદ 44 રનના સ્કોર પર સ્ટમ્પ થઈ આઉટ થયો.












Click it and Unblock the Notifications
