પ્રેક્ટિસ મેચમાં ભારતને 5 વિકેટે હરાવી પાકિસ્તાને મેળવ્યો વિજય

શરૂઆતમાં વિકેટો ગુમાવતાં પાકિસ્તાનની સ્થિતી નબળી લાગતી હતી, પરંતુ કામરન અકમલ અને શોએબ મલિકના શાનદાર પ્રદર્શનના કારણે પાકિસ્તાને આ મેચ પર કાબૂ મેળવી વિજય પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી હતી.
ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની શરૂઆત સારી રહી હતી, પરંતુ ચોથી ઓવરમાં ગંભીરની વિકેટ પડી ગઇ હતી. બીજી તરફ વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરતાં 75 રન બનાવી અણનમ રહ્યો હતો. છેલ્લાં સમયથી ખરાબ ફોર્મમાં જોવા મળતા રોહિત શર્મા 56 રનની જોરદાર ઇનિંગ રમ્યો હતો. જ્યારે પાકિસ્તાનના સઇદ અજમલે 22 રન આપી 2 વિકેટો પ્રાપ્ત કરી હતી.












Click it and Unblock the Notifications
