For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેનલ્ટી શૂટઆઉટમાં પાક સામે હાર્યું ભારત, મળ્યું 10મું સ્થાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 ડિસેમ્બર: મેજબાન ભારતના નિરાશાજનક અભિયાનનું અંત ચિર પ્રતિદ્વંદી પાકિસ્તાનના હાથે પેનલ્ટી શૂટઆઉટમાં મળેલી હારથી થયો અને પોતાની મેજબાનીમાં યોજાયેલ જૂનિયર વર્લ્ડકપમાં ટીમ 10મા સ્થાન પર છે.

નિર્ધારીત સમય સુધી સ્કોર 1-1 થી બરાબરી રહ્યા બાદ મેચ પેનલ્ટી શૂટઆઉટ સુધી ખેંચી જેમાં પાકિસ્તાન 4-2થી વિજયી રહ્યો. બંને ટીમો ક્વાર્ટર ફાઇનલની દોડથી બહાર થયા બાદ જ બધી જ નજરો આ મુકાબલા પર હતી પરંતુ ભારતીય ટીમે ઘરેલું દર્શકોને નિરાશ કર્યા હતા. એકદમ હાઇપ વચ્ચે થઇ રહેલા આ મુકાબલામાં ફોરવર્ડ પંક્તિમાં તાળમેળનો સ્પષ્ટ અભાવ હતો તો ડિફેન્સ પણ નબળા જોવા મળ્યા. ગત જૂનિયર વર્લ્ડ કપમાં ભારત નવમા સ્થાન પર રહ્યું હતું.

Hockey

પેનલ્ટી શૂટઆઉટમાં ભારત માટે ગુરજિંદર સિંહ અને તલવિંદર સિંહે ગોલ કર્યો હતો જ્યારે ઇમરાન ખાન અને સતબીર સિંહના નિશાનાથી ચૂક્યા. તો પાકિસ્તાન માટે મોહંમદ ઇરફાન, મોહંમદ તૌસિક, કેપ્ટન મોહંમદ ઉમર ભટ્ટા અને દિલબર મોહંમદે ગોલ કર્યો જ્યારે મોહંમદ રિઝવાન જૂનિયરનો નિશાનો ચૂક્યો.

આ પહેલાં શરૂઆતની મિનિટોમાં ગોલ ગુમાવવા માટે ટેવાયેલી ભારતીય ટીમે પાકિસ્તાનને પણ આઠમી મિનિટે બઢત આપવાની તક આપી હતી અને આ બઢત હુટરથી પાંચ મિનિટ પહેલાં બરાબરી રહી. ડ્રેગ ફ્લિકર ગુરજિંદર સિંહે 65મી મિનિટમાં મળેલી પેનલ્ટી કોર્નરને બરાબરીના ગોલમાં બદલ્યો, મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં હાજર દર્શકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

English summary
Pakistan beat arch-rivals India 4-2 in a high-voltage penalty shoot-out after the 70th minute score read 1-1, to secure ninth position in the Hockey Junior World Cup at the Major Dhyan Chand National Stadium here Saturday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X