રસાકસી ભરેલી મેચમાં સાઉથ આફ્રિકા સામે પાકિસ્તાનનો વિજય

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરતાં નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 133 રન બનાવ્યા હતા. આફ્રિકા તરફથી ડ્યુમિનીએ 48 રનની જ્યારે એબીડી વિલિયર્સે 25 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ પાકિસ્તા તરફથી આરફાત, હાફીઝે બે-બે વિકેટ જ્યારે ગુલ અને અજમલે એક-એક વિકેટ મેળવી હતી.
સાઉથ આફ્રિકા તરફથી મળેલા લક્ષ્યાંકનો પીછો કરી રહેલા પાકિસ્તાનની શરૂઆત ધમાકેદાર રહી હતી, પરંતુ હાફિઝ અને નાઝિરની વિકેટ પડ્યાં બાદ પાકિસ્તાનની બાજી લડખડાઇ હતી. એક તબક્કે સ્થિતિ એવી થઇ ગઇ હતી કે પાકિસ્તાન હારની કગાર પર આવી ગયું હતું. પરંતુ ઉમર અઝમલે 43 રનની જ્યારે બોલર ઉમર ગુલે 32 રનની શાનદાર ઇનિંગ રમીને પાકિસ્તાનને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.












Click it and Unblock the Notifications
