Paris Olympics 2024: ભારતને ઑલિમ્પિકના ચોથા દિવસે મળ્યો બીજો મેડલ, મનુ-સરબજોતની જોડીએ જીત્યો બ્રૉન્ઝ
Paris Olympics 2024: ભારતે મંગળવારે એટલે કે 30મી જુલાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વધુ એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મંગળવારે મનુ ભાકરે સરબજોત સિંહ સાથે મળીને 10 મીટર એર પિસ્તોલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મનુ અને સરબજોત સિંહની જોડી 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી.
ક્વોલિફિકેશન રાઉન્ડમાં મનુએ 193, 195 અને 192નો સ્કોર કર્યો હતો જ્યારે સરબજોતે 194, 194 અને 191નો સ્કોર કર્યો હતો. બંનેએ મળીને કુલ 580 રન બનાવ્યા હતા. મનુ અને સરબજોતની જોડીએ રિપબ્લિક ઓફ કોરિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં મનુ અને સરબજોતે કોરિયન જોડીને 16-10થી પરાજય આપ્યો હતો. પેરિસમાં પોતાની પ્રથમ સફળતાના 48 કલાક બાદ મનુ ભાકરે વધુ એક બ્રોન્ઝ જીતીને ઈતિહાસ રચ્યો છે. મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની છે.
મનુ ભાકર અને સરબજોત સિંહની રિપબ્લિક ઓફ કોરિયા સામેની જીત ભારત માટે મહત્વની ક્ષણ હતી. આ સિદ્ધિ માત્ર મનુ ભાકરની પ્રતિભાને ઉજાગર કરતી નથી પણ ભાવિ ભારતીય રમતવીરોને પણ પ્રેરણા આપે છે. તેની સફળતા દેશભરના ઘણા યુવા રમતપ્રેમીઓને પ્રેરણા આપે તેવી અપેક્ષા છે.












Click it and Unblock the Notifications
