For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની સાઇટ પર ત્રિરંગાનું અપમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 27 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે પાંચ વર્ષ બાદ સીરીઝ રમાઇ રહી છે. જેના કારણે બંને દેશોના ક્રિકેટ બોર્ડે ખૂબ જ તૈયારીઓ કરી છે પરંતુ એમ લાગી રહ્યું છે કે વિવાદથી બચવું આ દેશો માટે સંભવ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ઓફિશિયલ સાઇટ પર ભારતીય ધ્વજને ઉંઘો દર્શાવવામાં આવ્યો છે. ધ્વજમાં લીલા રંગને ઉપર અને કેસરી રંગને નીચે દર્શાવવામાં આવ્યો છે.

નિયમ અનુસાર એમ કહેવામાં આવે છે કે કેસરી રંગને નીચે દર્શાવવાનો અર્થ વિરોધ અથવા અસન્માનનું પ્રદર્શન કરે છે. પીસીબીની સાઇટમાં આમ કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી આ અંગે બીસીસીઆઇએ કશું જ કહ્યું નથી પરંતુ આ મુદ્દો પ્રકાશમાં આવતાંની સાથે જ પીસીબી પર આંગળીઓ ઉઠવાની શરૂ થઇ ગઇ છે.

pcb-flag

આ પ્રકારની ઘટનાને ત્રિરંગાનું અપમાન માનવામાં આવશે. આ ઉપરાંત દેશના ધ્વજને નષ્ટ કરવાનો, સળવાગવાના અને આ પ્રકારના ખોટા ફોટા બનાવવા સજાની જોગવાઇ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે બીસીસીઆઇ આ મુદ્દે શું નિર્ણય લે છે. ફોટામાં હાલમાં ચાલી રહેલી ટી20 અને વન-ડે સીરીઝને પ્રમોટ કરવામાં આવી છે. સીરીઝની શરૂઆત પહેલાં બંને દેશોની રાજકીય સ્થિતીને જોતાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો હતો.

English summary
The image of the Indian flag on the official website of Pakistan Cricket Board might create more problems as the flag is displayed with 'saffron' down.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X