'કૂક તોડી શકે છે સચિનનો રેકોર્ડ'
લંડન, 28 જૂનઃ આજે ભલે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સુકાની એલિસ્ટર કૂક, સચિન તેંડુલકરના રનોની સંખ્યાથી આઠ હજાર રન પાછળ હોય, પરંતુ કેવિન પીટરસનનું માનવું છે કે, કૂક, સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. પીટરસનનું કહેવું છે કે, મારું માનવું છે કે આ માટે તે યોગ્ય વ્યક્તિ છે અને જે રીતે તે પોતાની જાતને સારી બનાવી રહ્યા છે, તેવામાં તેમના આંકડા અને ઉમરને જોઇને હું આ કહીં શકું છું.
એલિસ્ટર કૂક, સચિન તેંડુલકરના રનોથી 8313 રન પાછળ છે. જ્યારે સચિન તેંડુલકરે હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં 15837 રન બનાવ્યા છે. ત્યારબાદ સૌથી વધારે રન રિકી પોન્ટિંગે બનાવ્યા છે, જેણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.













Click it and Unblock the Notifications
