આવતા પ્રજાસત્તાક દિવસે સચિનને મળી શકે છે ભારત રત્ન: સૂત્ર

મુંબઇ, 15 નવેમ્બર: સૂત્રોના હવાલાથી આ માહિતી મળી રહી છે કે બધું જ બરાબર રહ્યું તો ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને 1014ના ગણતંત્ર દિવસ સમારંભ એટલે કે 26 જાન્યુઆરીના રોજ ભારત રત્નનું સમ્માન આપવામાં આવી શકે છે.

એવું કહેવાઇ રહ્યું છે કે બીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વી રાજ ચૌહાણ, કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે સચિનને દેશનું સૌથી મોટું સમ્માન ભારત રત્ન આપવાના પક્ષમાં છે. માનવામાં આવે છે કે વડાપ્રધાન મનમોહન સિંહ આ અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભલામણ કરી શકે છે.

sachin
બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ થોડા દિવસ પહેલા એવા સંકેત આપ્યા હતા કે સરકાર સંન્યાસ બાદ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને ભારત રત્ન આપવા પર વિચાર કરી શકે છે.

શુક્લાએ જણાવ્યું હતું કે છેલ્લા બે-ત્રણ વર્ષથી તેંડુલકરને ભારત રત્ન સમ્માન આપવાની માંગ ઉઠી રહી છે, પરંતુ એવું ના થઇ શકે કારણ કે આ દરમિયામ સચિન ક્રિકેટ રમી રહ્યા હતા. હવે તેઓ સંન્યાસ લઇ રહ્યા છે. હવે અમે પ્રયત્ન કરીશું કે આ સમ્માનથી તેમને નવાજવામાં આવે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X