For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ હરાજીઃ પોન્ટિંગ અને ક્લાર્ક પર રહેશે ટીમોની નજર

|
Google Oneindia Gujarati News

ricky-ponting-century
ચેન્નાઇ, 1 ફેબ્રુઆરીઃ આઇપીએલના પહેલા સત્રમાં કોલકતા નાઇટ રાઇડર્સ માટે રમી ચૂકેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી રિકી પોન્ટિંગની બેસ પ્રાઇઝ ચાર લાખ ડોલર( બે કરોડ દશ લાખ રૂપિયા) રાખી છે. નોંધનીય છે કે, આઇપીએલ છ માટે ખેલાડીઓની બોલી રવિવારે થશે. આ વખતે ઓસ્ટ્રેલિયાના હાલના સુકાની માઇકલ ક્લાર્ક પણ હશે અને તેની બેસ પ્રાઇઝ ચાર લાખ ડોલર છે.

ક્લાર્કે તાજેતરમાં બે વર્ષ પહેલા ટી20 ક્રિકેટની નિવૃત્તિ લઇ ચૂક્યા છે, પરંતુ હવ તે આઇપીએલમાં રમવા ઇચ્છે છે. ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીઓની હરાજી ઉપરાંત દક્ષિણ આફ્રિકાનો જોહાન બોથા, ટીમ ઇન્ડિયાના બોલર આર પી સિંહ, વેસ્ટઇન્ડિઝના ડેરેન સામી અને ઇંગ્લેન્ડના બે ખેલાડી મેટ પ્રાયર અને રવિ બોપારા સામેલ છે. આઇપીએલના છઠ્ઠા સત્ર બાદ ખેલાડીઓના બાકીની ટીમો સાથેના કરાર પૂર્ણ થઇ જાય છે. અતઃ હરાજીમાં કોઇ સ્ટાર ખેલાડી નથી. જેના કારણે હરાજીમાં એટલી રોનક જોવા નહીં મળે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગ પહેલા કેકેઆરની તરફથી રમી ચૂક્યો છે, પરંતુ તે ત્યારે પોતાની કિંમતની સંતુષ્ઠ નહોતો. તે ટી20 ક્રિકેટમાં એટલો સફળ પણ નથી રહ્યાં. ઓસ્ટ્રેલિયા તરફથી પણ તેને ગણીગાંઠી મેચ જ રમવા મળી છે. તે માઇકલ ક્લાર્કને ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવવા માટે ટી20માંતી નિવૃત્તિ લીધી હતી અને તે ફરીથી ખેલના આ ફોર્મેટમાં પુનરાગમન કરી રહ્યાં છે.

આઇપીએલનું આયોજન ઓસ્ટ્રેલિયા શ્રેણી બાદ કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે 22 ફેબ્રુઆરીની ચાર ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. જેના માટે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના 17 સભ્યોની ટીમની ઘોષણા કરી છે. જ્યારે ભારતીય ટીમની ઘોષણા ઇરાની ટ્રોફીમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવશે. જો કે, આ ટ્રોફીમા ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની આરામ કરવા ઇચ્છે છે અતઃ તે ઇરાની ટ્રોફીમાં ભાગ નહીં લે. તેવામાં રેસ્ટ ભારત ટીમના સુકાની વિરેન્દ્ર સેહવાગને આપવામાં આવી છે.

English summary
IPL auction: Ricky Ponting and Michael Clarke will be auctioned for sixth edition of Indian Premier league.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X