અમે એક યુનિટની જેમ રમી રહ્યાં છીએઃ પોન્ટિંગ

તેમણે કહ્યું કે, આટલો મોટ સ્કોર ખુશીનો વિષય છે. અમે એક યુનિટની જેમ રમવા લાગ્યા છીએ. અમે નક્કી કર્યું હતું કે દરેક ખેલાડી પૂરી આઝાદી સાથે રમશે અને આજે દિનેશ કાર્તિક અને રોહિત શર્માએ બિલકુલ એવું જ કર્યું છે. અમે જાણતા હતા કે વોર્નરની વિકેટ લઇને અમે સહેલાઇથી મેચ જીતી શકીએ છીએ અને એવું જ થયું.
નોંધનીય છે કે, મુંબઇ ઇન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા દિલ્હી ડેરડેવિલ્સ સામે 210 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. પરંતુ દિલ્હીની ટીમ વોર્નરના 61 રનના યોગદાન પછી પણ લક્ષ્યથી 44 રન દૂર રહી ગઇ હતી. આ દિલ્હીની સતત ત્રીજી હાર છે, જ્યારે મુંબઇએ ત્રણ મેચોમાં બીજી બે મેચોમાં વિજય મળવ્યો છે.












Click it and Unblock the Notifications
