For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'પાગલ' પ્રવીણ કુમાર બેટ્સમેનને મારવા દોડ્યો

|
Google Oneindia Gujarati News

praveen-kumar
મુંબઇ, 7 ફેબ્રુઆરીઃ ફિલ્ડ પર પોતાના ગુસ્સા માટે બદનામ ક્રિકેટર પ્રવીણ કુમાર ફરી એક વાર વિવાદમાં આવ્યો છે. બીસીસીઆઇ કોર્પોરેટ લીગમાં ઓએનજીસી અને ઇનકમ ટેક્સની મેચ દરમિયાન 4 ફેબ્રુઆરીએ પ્રવીણ મેદાન પર મારપીટ કરવા લાગ્યો હતો. જેના કારણે મેચ રેફરીએ તેને કોડ ઓફ કન્ડક્ટનું ઉલંઘનનો દોષી ગણાવી ક્રિકેટ રમવા માટે માનસિક રીતે અનફિટ(પાગલ) જાહેર કર્યો છે.

સોમવારે થયેલી આ મેચમાં ઇનકમ ટેક્સ ટીમની ઇનિંગની 48મી ઓવરમાં આ ઘટના થઇ. આ ઓવરમાં ઓએનજીસીના પ્રવીણ અને બીજી ટીમના ખેલાડી અજિતેશ અરગલ વચ્ચે કંઇક બોલાચાલી થઇ ગઇ અને સ્થિતિ મારપીટ સુધી પહોંચી ગઇ. પ્રવીણ પર આરોપ છે કે તેમે અજીતેશને ગંદા ઇશારા કર્યા અને તેનો હાથ છોડાવવાનો પણ પ્રયત્ન કર્યો. તેમના ખરાબ વર્તનથી અમ્પાયર નારાજ થઇ ગયા છે.

મેચના અમ્પાયર અજીત એસ દાતાર અને કમલેશ શર્માએ બીસીસીઆઇ અને મેચ રેફરી ધનંજય સિંહને લખેલા એક પત્રમાં વિસ્તારથી આખી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે પ્રવીણે એ સમયે ક્રીઝ પર ઉપસ્થિત અજીતેશ અને અમ્પાયરોને અપશબ્દો કહ્યાં. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પ્રવીણે બુમ પાડીને કહ્યું કે, મા.....તુ બેટિંગ કર, અમ્પાયરિંગ ના કર. જ્યારે તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે તે ફરીથી બોલ્યો કે, મા...... બેટિંગ કેમ નથી કરતો. અમ્પાયરો આગળ લખ્યું કે ઓવરની પહેલી બોલ નાખ્યા બાદ પ્રવીણ સ્ટ્રઇકર પાસે આવી ગયો અને માથા અને છાતી વડે ટક્કર મારી.

આ પત્રમાં પ્રવીણ પર મેચ ફીના પચાસ ટકા દંડ લગાવવાની ભલામણ કરી છે. સાથે જ તેને ચેતવણી પણ આપવામાં આવી છે. અમ્પાયરોએ એ પણ લખ્યું છે કે પ્રવીણ માનસિક રીતે આ ક્રિકેટ રમવા માટે ફિટ નથી. સાથે જ ઉમેર્યું છે કે તેની ટીમના લોકો પણ તેને પસંદ કરતા નથી.

ગુસ્સો અને લોકો સાથે કારણ વગર માથાકૂટ કરવાને લઇને પ્રવીણ કુમાર હંમેશા વિવાદમાં રહ્યો છે અને આ પહેલા પણ તેને અનેક વખત ચેતવણીઓ આપવામાં આવી છે. તેમાં કોઇ બેમત નથી કે તે એક મહત્વનો ખેલાડી છે, પરંતુ તેના વ્યવહારના કારણે તે પસંદગીકારોની નજરમાંથી ઉતરી ગયો છે અને તેની સીધી અસર તેની કારકિર્દી પર પડી છે.

English summary
india paceman Praveen Kumar has run into trouble, again. The right-arm bowler was involved in an on-field spat with an opposition batsman and his actions have resulted in the Match Referee describing him "mentally unfit" to play the game.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X