Pro Kabaddi League 10: પ્રો કબડ્ડી લીગ 10માંથી બહાર થયા સ્ટાર ઑલ રાઉન્ડર, બંગાલ વૉરિયર્સ ટીમે કર્યુ મોટુ એલાન
Pro Kabaddi League 10: બંગાલ વૉરિયર્સટીમના સ્ટાર ઑલરાઉન્ડર નીતિન રાવલ ઈજાના કારણે પ્રો કબડ્ડી (પ્રો કબડ્ડી 2023)ની 10મી સિઝનમાંથી બહાર થઈ ગયા છે. બંગાલ વૉરિયર્સે બાકીની સિઝન માટે હર્ષ લાડને તેની જગ્યાએ ટીમમાં સામેલ કર્યો છે.
બંગાલ વૉરિયર્સે સોશિયલ મીડિયામાં જણાવ્યુ કે નીતિન રાવલ હવે ટીમનો ભાગ નથી. હવે આપણા નવા યોદ્ધા હર્ષ લાડને આવકારવાનો સમય આવી ગયો છે. યુવા ડિફેન્ડર નિતિન રાવલના સ્થાને ટીમમાં સામેલ થયો છે જે ઈજાના કારણે આખી સિઝનમાંથી બહાર છે. આપણે આશા રાખીએ છીએ કે નીતિન ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે.

નોંધનીય છે કે નીતિન રાવલ આ વર્ષે એશિયન કબડ્ડી ચેમ્પિયનશિપ, એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. તેને તેના પ્રદર્શનને કારણે પ્રો કબડ્ડી 2023ની હરાજીમાં બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે રાવલ માત્ર એક ડિફેન્ડરની સાથે રેડ પાડવામાં પણ મહત્વનુ યોગદાન આપી શકે છે. નીતિન રાવલે પ્રો કબડ્ડી લીગમાં 81 મેચ રમી છે, જેમાં તેણે 236 પોઇન્ટ મેળવ્યા છે.જેમાં રેડિંગમાં 142 પોઈન્ટ અને ડિફેન્સમાં 94 પોઈન્ટ મેળવ્યા છે. તેણે 2 સુપર 10 અને 3 હાઈ 5 પણ ફટકારી છે. જો કે, ઈજાના કારણે તેની પાસેની અપેક્ષાઓ અધૂરી રહી ગઈ.
હર્ષ લાડની વાત કરીએ તો તેણે પ્રો કબડ્ડી લીગની ગઈ સિઝનમાં પુનેરી પલ્ટન તરફથી રમતા ડેબ્યg કર્યું હતુ. તેને માત્ર એક મેચ રમવાની તક મળી, જેમાં તેણે 4 ટેકલ પોઈન્ટ લીધા હતા. પીકેએલની 10મી સિઝન માટે કોઈ ટીમે તેને ખરીદ્યો ન હતો, પરંતુ હવે તેને બંગાળની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે બંગાળ વૉરિયર્સે પ્રો કબ઼ડ્ડી લીગની 10મી સિઝનમાં અત્યાર સુધી 6 મેચ રમી છે, જેમાં તેણે ત્રણ મેચ જીતી છે, એક મેચ હારી છે અને બે મેચમાં ટાઈ પડી છે. તે હાલમાં 21 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. બંગાળ પીકેએલમાં તેની આગામી મેચ 24 ડિસેમ્બરે યુ મુમ્બા સામે રમશે.












Click it and Unblock the Notifications
