હું દ્રવિડને ભગવાન માનું છું: પૂજારા
બેન્ગલોર, 21 નવેમ્બરઃ ઇંગ્લેન્ડ વિરુદ્ધ બેવડી સદી લગાવીને ચર્ચામાં આવેલા ભારતીય ટીમની નવી દિવાલ ચેતેશ્વર પૂજારાએ કહ્યું છેકે તેની તુલના રાહુલ દ્રવિડ સાથે કરી શકાય નહીં. મે હજુ મારી ટેસ્ટ કારકિર્દીનો આગાઝ કર્યો છે, જ્યારે રાહુલે ભારતને ઘણી મેચોમાં વિજેતા બનવામાં મદદ કરી છે.
સૌરાષ્ટ્રના આ ખેલાડીએ રાહુલ દ્રવિડના સન્યાસ બાદ નંબર ત્રણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને ટેસ્ટમાં તેણે દ્રવિડનો યોગ્ય વિકલ્પ માનવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર તરફથી રમનાર આ ખેલાડીએ આ પહેલા ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ 159 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેના આ પ્રદર્શન પર પૂર્વ ભારતીય ખેલાડી સુનીલ ગાવસ્કર અને કપીલ દેવે પણ તેની પ્રશંસા કરી છે પરંતુ એમ પણ કહ્યું છે કે તેની તુલના અત્યારે દ્રવિડ સાથે કરી શકાય નહીં. તેમ કહેવું હજુ જલદી છે.તેને ટીમ ઇન્ડિયામાં દ્રવિડનો વિકલ્પ કહેવામાં આવતા પૂજારાએ કહ્યું છેકે તેને દ્રવિડ બનવા માટે હજુ લાંબો રસ્તો નક્કી કરવાનો છે. રાહુલ દ્રવિડ મારા આદર્શ છે અને હું તેમનામાંથી પ્રેરણા લઉ છું. તે ટેસ્ટમાં સર્વાધિક રન બનાવાર ત્રીજા ખેલાડી છે. મારા માટે રાહુલ ભગવાનની જેમ છે ભક્ત અને ભગવાનની તુલના ક્યારેય પણ કરી શકાય નહીં.
રાહુલ દ્રવિડને પોતાનાથી સારા ગણાવતા પૂજારાએ કહ્યું કે તે માનસિક રીતે ખણા મજબૂત ખેલાડી હતા, તેમની ટેક્નિક સારી હતી જે આકરી મહેનત કરતા મેળવી હતી તેથી મારી તેમની સાથે તુલના થઇ શકે નહીં. પૂજારાએ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં છ મેચોમાં બે સદી અને એક અડધી સદીની મદદથી 570 રન બનાવ્યા છે. તેમજ પ્રથમ શ્રેણીમાં તેણે 69 મેચોમાં 5,201 રન બનાવ્યા છે. જેમાં તેણે 16 સદી અને 22 અડધી સદી ફટકારી છે. પ્રથમ શ્રેણીમાં તેનો ઉચ્ચ સ્કોર 302 છે.