For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL : રાજીવ શુક્લાનું રાજીનામુ, શ્રીનિવાસને રાજીનામા માટે મૂકી 3 શરતો

|
Google Oneindia Gujarati News

rajiv-shukla-srinivasan
નવી દિલ્હી, 1 જૂન : દેશભરમાં વંટોળ સર્જનારા આઇપીએલ સ્પોટ ફિક્સિંગના તાજા ઘટનાક્રમમાં આજે મોડી સાંજે રાજીવ શુક્લાએ આઇપીએલના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધું છે. બીજી તરફ એવા અહેવાલ આવી રહ્યા છે કે બીસીસીઆઇ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવા માટે શ્રીનિવાસને ત્રણ શરતો મૂકી છે. ર જૂને મળી રહેલી બીસીસીઆઇની આપાતકાલ બેઠકમાં તેઓ રાજીનામુ આપે તેવી પણ શક્યતાઓ છે.

બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા નથી ત્યારે આઇપીએલ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા અંગેના પશ્નના જવાબમાં રાજીવ શુક્લાએ જણાવ્યું કે તાજેતરના વિવાદોને જોતા મેં આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય લેતા પહેલા મેં સંજય જગદાલે અને અજય શિરકેએ આપેલા રાજીનામાને પણ ધ્યાનમાં લીધા છે.

બીજી તરફ શ્રીનિવાસનના રાજીનામા માટે 2 જૂન મહત્વનો દિવસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ રવિવારે રાજીનામુ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આપાતકાળ બેઠકમાં દરેક સભ્યોને પોતાની વાત કહેવાની તક આપવામાં આવશે. આ ઉપરથી તેઓ નિર્ણય લઇ શકશે તે બોર્ડમાં કેટલા સભ્યો તેમની સાથે છે અને કેટલા તેમની વિરુદ્ધમાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓ રાજીનામુ આપવું કે નહીં તે નક્કી કરશે.

સૂત્રો એમ પણ જણાવે છે કે શ્રીનિવાસને પોતાનું પદ છોડવા માટે ત્રણ શરતો મૂકી છે. આ સંદર્ભમાં તેમણે બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે.

English summary
Rajiv Shukla resigns : Srinivasan puts 3 condition for resign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X