Ravichandran Ashwin Wife : કોણ છે આર અશ્વિનની વાઈફ પ્રીતિ નારાયણ? જાણો કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?
Ravichandran Ashwin Love Story : ભારતીય સ્ટાર બોલર રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું છે. તેની આ જાહેરાત બાદ તેની વાઈફ પણ ચર્ચામાં છે.
શાનદાર ક્રિકેટ કરિયર સાથે સાથે અશ્વિનની પર્સનલ લાઈફ પણ એટલી જ શાનદાર રહીં છે. વિવાદોથી દુર રહેનારા અશ્વિનની લવ સ્ટોરી પણ શાનદાર છે.

જણાવી દઈએ કે, અશ્વિન અને તેની પત્ની પ્રીતિ નારાયણની લવ સ્ટોરી સ્કૂલના દિવસોથી જ ચાલી રહી છે. હાલમાં જ અશ્વિન અને તેની પત્ની પ્રીતિ નારાયણે તેમની લવ સ્ટોરીના રાઝ ખોલ્યા.
એક ઈન્ટરવ્યૂમાં પ્રીતિ નારાયણે જણાવ્યું કે, અમે મિડલ સ્કૂલથી એકબીજાને ઓળખીએ છીએ. અમે એક જ ક્લાસમાં ભણ્યા પરંતુ તે સમયે કોઈ સંબંધ નહોતો. બંને તેમના સ્કૂલના દિવસો પછી અલગ થઈ ગયા પરંતુ જ્યારે અશ્વિનની ક્રિકેટ કારકિર્દી શરૂ થઈ ત્યારે ભાગ્યએ તેમને ફરીથી સાથે લાવી દીધા.
અશ્વિન કહે છે કે, તેને IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો અને તે ચેન્નાઈ તરફથી રમતો હતો તે દિવસોમાં શૂટિંગ માટે જતો હતો. તે જ સમયે અશ્વિનની પ્રીતિ સાથે વર્ષો બાદ ફરીથી મુલાકાત થઈ.
આર અશ્વિને ચેમ્પલાસ્ટ ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રીતિને પ્રપોઝ કર્યું હતું. અશ્વિને જણાવ્યુ કે, મેં પ્રપોઝ કરવાનું વિચાર્યું નહોતું. હું અને પ્રીતિ ફરવા માટે બહાર આવ્યા હતા અને હું જે કંઈ કરું છું તેનું આયોજન નથી હોતું. હું પરિસ્થિતિ પ્રમાણે જે યોગ્ય લાગે તે કરું છું. આશ્ચર્યની વાત એ હતી કે અમે વાત કરી રહ્યા હતા ત્યારે અચાનક પ્રપોઝ કર્યું.
પ્રીતિ નારાયણે કહ્યું કે, અશ્વિને અચાનક પ્રપોઝલ બોમ્બ ફેંક્યો અને પછી પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો. છેવટે 2011 માં સગાઈ કરી અને 13 નવેમ્બર 2011 ના રોજ લગ્ન કર્યા.












Click it and Unblock the Notifications
