For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રવિન્દ્ર જાડેજાએ બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી

|
Google Oneindia Gujarati News

ravindra-jadeja
રવિન્દ્ર જાડેજાએ સર ડોન બ્રેડમેને રચેલા રેકોર્ડની યાદીમાં સ્થાન મેળવી લીધું છે. જાડેજાએ આ સ્થાન રણજી ટ્રોફીના સેશન દરમિયાન ત્રેવડી સદી ફટકારી મેળવ્યું છે. આ સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેની આ ત્રીજી ત્રેવડી સદી થઇ ગઇ છે.

આ જાડેજા દ્વારા રચવામાં આવેલો ભારતીય એવોર્ડ છે. ફર્સ્ટ ક્લાસમાં એકપણ ખેલાડી ત્રણ ત્રેવડી સદી ફટકારી શક્યો નથી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં જે ભારતીયોએ બેવડી ફટકારી છે, તેમાં વિજય હજારે, રમણ લાંબા, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ અને વસીમ જાફર છે.

ડાબોડી બેટ્સમેન જાડેજા, રેલવે સામે સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો છે. ચાર દિવસની રણજી ટ્રોફી ગેમના બીજા દિવસે તેણે અણનમ ત્રેવડી સદી ફટકારી હતી.

આ સેશનની જાડેજાની આ બીજી ત્રેવડી સદી છે. ગયા મહિને 12 નવેમ્બર તેણે સુરતમાં ગુજરાત સામે 303 રન ફટકાર્યા હતા. આજે ત્રેવડી ફટકારતાની સાથે જ તેણે એ બેટ્સમેનોની યાદીમાં સ્થાન મેળવી લીધું છે જેમણે ત્રણ કરતા વધારે ત્રેવડી સદી ફટકારી છે.

આ યાદીમાં બ્રેડમેન સૌથી ઉપર છે, તેમણે 6 ત્રેવડી સદી ફટકારી છે. જ્યારે વોલ્ટર હામ્મોન્દ, બિલ પોન્સફોર્ડે ચાર, બ્રાયન લારા, માઇકલ હસી, વીજી ગ્રાસ અને ગ્રાએમ હિક અને જાડેજાએ ત્રણ ત્રેવડી સદી ફટકારી છે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ કરતા વધારે ત્રેવડી ફટકારાનારા ખેલાડીઓ

સર ડોન બ્રેડમેન 6

વોલ્ટર હામ્મોન્ડ અને બિલ પોન્સફોર્ડ 4

વીજી ગ્રાસ, ગ્રેઆમ હિક, બ્રાયન લારા,માઇકલ હસી, રવિન્દ્ર જાડેજા 3

સેશનમાં બે ત્રેવડી ફટકારનારા ખેલાડીઓ

વીજી ગ્રાસે 1876

બિલ પોન્સફોર્ડ 1927-28

ડોન બ્રેડમેન 1935-36

રવિન્દ્ર જાડેજા 2012-13

English summary
Ravindra Jadeja has matched Sir Don Bradman and other batting greats by scoring his third triple hundred in first class cricket and second this season during the Ranji Trophy game here on Sunday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X