RCB vs GT : કોહલીની વધુ એક ધમાકેદાર સદી, ગુજરાતને 198 રનનો ટાર્ગેટ
ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આઈપીએલ પ્લેઓફની અંતિમ મેચમાં કોહલીનું બેટ ફરી બોલ્યુ છે. કોહલીની ધમાકેદાર સદીની મદદથી આરસીબીએ ગુજરાતને 198 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ગુજરાત ટાઈટન્સ સામે બેંગ્લોર પહેલા બેટિંગ માટે ઉતરી હતી. આ મેચમાં ફરીથી વિરાટ કોહલીના બેટથી રનનો વરસાદ જોવા મળ્યો છે. વિરાટ કોહલીએ નાબાદ 101 રનની ઈનિંગ્સ રમતા બેંગ્લોરે 5 વિકેટે 187 રન બનાવ્યા છે.

આઈપીએલ 2023મં ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલીની જોડીએ એક નવો રેકોર્ડ સર્જ્યો છે. આ જોડી સિઝનમાં RCBની સૌથી મોટી તાકાત બનીને ઉભરી છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ બંને વચ્ચે કુલ 8 અડધી સદીની ભાગીદારી થઈ છે.
આ કોઈપણ સિઝનમાં બેટ્સમેનોની જોડી દ્વારા કરવામાં આવેલી આ સૌથી વધુ 50 રનની ભાગીદારી છે. આ પહેલા આઈપીએલમાં આટલી વખત કોઈ જોડીએ અડધી સદીની ભાગીદારી નોંધાવી નથી.
આ મેચમાં વિરાટ કોહલીના 101 સિવાય ફાપ ડુપ્લેસી અને માર્ક બ્રેસવેલે રનનની ઈનિંગ્સ રમી હતી. બીજી તરફ ગુજરાત તરફથી નુર અહેમદે 2, મોહમ્મદ શમી, રાશિદ ખાન અને યશ દયાલે એક-એક વિકેટ લીધી.












Click it and Unblock the Notifications
