RCB vs GT : કોહલી પર શુભમન ગિલ ભારે પડ્યો, RCB હારતા મુંબઈની પ્લેઓફમાં એન્ટ્રી
ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે રમાયેલી આઈપીએલ પ્લેઓફની છેલ્લી મેચમાં ગુજરાતે રોચલ ચેલેન્જર બેંગ્લોરને હરાવતા મુંબઈની પ્લેઓફમાં એન્ટ્રી થઈ છે. શુભમન ગિલની ધમાલ સદી સામે વિરાટ કોહલીની સદી ફિક્કી પડી છે.
પહેલી ઈનિંગ્સમાં વિરાટ કોહલીએ આઈપીએલની બીજી સદી ફટકારતા ગુજરાતને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે આ ટાર્ગેટ ગુજરાત માટે નાનો સાબિત થયો અને શુભમન ગિલની સદીની મદદથી ગુજરાતે બેંગ્લોરને હરાવીને પ્લેઓફમાંથી બહાર કરી દીધુ છે.

બેંગ્લોરની હાર મુંબઈ માટે વરસાદ સાહિત થઈ છે. જો બેંગ્લોરની જીત થતી તો મુંબઈને પ્લેઓફમાંથી બહાર થવુ પડે તેમ હતું. પરંતુ હવે પ્લેઓફનું ચિત્ર સાફ થયુ છે અને ગુજરાત ટાઈટન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, લખનૌ સુપર જાયન્ટ અને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી 4 ટીમ છે.
આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારતા 101 રન બનાવ્યા હતા. જો કે વિરાટ કોહલીની સદી પર શુભમન ગિલની સદી ભારે પડી અને ગિલે સતત બીજી સદી ફટકારીને ગુજરાતને જીત સુધી પહોંચાડી દીધુ.
ગુજરાત માટે શુભમન ગિલ અને વિજય શંકરની પાર્ટનરશિપ ટર્નિગ પોઈન્ટ રહી. આ જોડીએ ટીમ માટે રસ્તો સાફ કરી દીધો.
હવે આગળ આઈપીએલ પ્લેઓફમાં ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ ટકરાશે તો બીજા મેચમાં લખનૌ સુપર જાયન્ટ અને મુંબઈ ઈન્ડિયન સામસામે આવશે.












Click it and Unblock the Notifications
