For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોટિંગનો નિવૃતિનો નિર્ણય, સચિન માટે શિખામણ સમાન !

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ricky-ponting
સિડની, 29 નવેમ્બર: ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચૂકેલા રિકી પોંટિંગ પર્થ ટેસ્ટ પછી ક્રિકેટને અલવિદા કહી દેશે. એટલે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પર્થ ટેસ્ટ બાદ રિકી પોટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરશે. એક દિવસીય અને ટ્વેંટી-20 ક્રિકેટમાંથી તે પહેલાંથી સંન્યાસ લઇ ચૂક્યા છે.

રિકી પોટિંગે કહ્યું હતું કે છેલ્લાં 12-18 મહિનાથી સારું પ્રદર્શન કરી શકતો ન હતો. મને લાગે છે કે મારો સંન્યાસ લેવાનો નિર્ણય કરવો જોઇએ. મે સમજી-વિચારીને આ નિર્ણય લીધો છે. મને લાગે છે કે સંન્યાય લેવાનો આ સાચો સમય છે. રિકી પોટિંગના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રેલિયાએ સતત બે વાર વર્લ્ડકપ જીત્યો છે. રિકી પોટિંગે અત્યાર સુધી 176 મેચ રમી છે જેમાં 41 સદી ફટકારી છે. 38 વર્ષીય રિકી પોંટિંગે ટેસ્ટ મેચમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કર્યા બાદ સચિન તેંડુલકર પર સંન્યાસ લેવાનું દબાણ વધી શકે છે.

દક્ષિણ આફ્રિકાની વિરૂદ્ધ ચાલી રહેલ ટેસ્ટ સિરિઝમાં રિકી પોટિંગનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું છે. રિકી પોટિંગ આ સિરિઝમાં રમવામાં આવેલા બે ટેસ્ટ મેચમાં માત્ર 20 રન બનાવ્યા છે. પ્રથમ ટેસ્ટમાં શૂન્ય રને આઉટ થયા બાદ બીજી ટેસ્ટ મેચના બંને દાવમાં ક્રમશ 4 અને 16 રન બનાવ્યા હતા.

રિકી પોટિંગના નામે ઘણા ચોંકાવનાર રેકોર્ડ છે. 167 ટેસ્ટ મેચોના 285 દાવમાં રિકી પોટિંગે 52.21ની સરેરાશથી 13,366 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં રિકી પોટિંગથી વધારે રન ફક્ત સચિન તેંડુલકરે બનાવ્યા છે. રિકી પોટિંગની કેપ્ટનશીપ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ અને વન-ડે એમ બંનેમાં સતત જીત મેળવવાની સાથે-સાથે કેટલાય કિર્તિમાન સ્થાપિત કર્યા છે. એશેજમાં નિષ્ફળ થયા બાદ ગત વર્ષે તેમને ઓસ્ટ્રેલિયાઇ ટીમની કેપ્ટનશીપ ગુમાવી હતી અને માઇકલ ક્લાર્કને ટીમની કમાન સોંપવામાં આવી હતી.

ઓસ્ટ્રેલિયાઇ ટીમના કેપ્ટન માઇકલ ક્લાર્ક એકદમ ભાવુક જોવા મળ્યા હતા. શુક્રવારથી શરૂ થનારી પર્થ ટેસ્ટમાં ઓસ્ટેલિયા દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ જીતી જાય તો તે ટેસ્ટ સીરીજ જીતીને નંબર વનના સ્થાને પહોંચી જશે. રિકી પોટિંગ 168 ટેસ્ટ મેચ રમીને સ્ટીવ વોગના રેકોર્ડની બરાબરી કરશે. ફક્ત સચિન તેંડુલકર આ બંનેથી આગળ છે.

તેમના પ્રદર્શનને જોતા રિકી પોટિંગે આગળ વધીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે, જેથી ભારતીય ખેલાડી સચિન તેંડુલકર સામે આંગળીઓ ઉઠવા લાગી છે. ટોપ ઓર્ડર પર બેટીંગ કરનાર સચિન તેંડુલકર છેલ્લી કેટલીક મેચોમાં નિષ્ફળ સાબિત થયા છે. જેને લીધે તેમને ટીકા થઇ રહી છે. શું સચિન રિકી પોટિંગના નિર્ણયથી કોઇ શીખ લેશે કે પછી બીસીસીઆઇ તરફથી તેમને અભયદાન મળતું રહેશે.

ટેસ્ટ ક્રિકેટ

મેચ: 167
ઇનિગ્સ: 285
રન: 13,366
સર્વશ્રેષ્ઠ સ્કોર: 257
સરેરાશ: 52.21
અર્ધશતક: 62
સદી: 41

વન-ડે ક્રિકેટ મેચ

મેચ: 375
ઇનિગ્સ: 13704
રન: 13,366
સર્વશ્રેષ્ઠ સ્કોર: 164
સરેરાશ: 42.03
અર્ધશતક: 82
સદી: 30

English summary
Australia’s highest test run-scorer and former captain Ricky Ponting has announced he will retire from test cricket.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X