Rishabh Pant : રિષભ પંત મુંબઈમાં સર્જરી કરવામાં આવશે, જાણો શું કહ્યું બીસીસીઆઈએ?
જય શાહે આ મુદ્દે માહિતી આપી હતી અને એક નિવેદનમાં જણાવ્યુ કે, રિષભ પંતને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાશે. અહીં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડીસીનના ડાયરેક્ટર ડો.દિનશા પંતની દેખરેખ કરશે.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર રિષભ પંતના અકસ્માત બાદ સતત તેની સારવાર પર બીસીસીઆઈ નજર રાખી રહી છે. હવે પંતને લઈને બીસીસીઆઈ તરફથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંતની સારવારની તમામ જવાબદારી બીસીસીઆઈએ પોતાના પર લીધી છે ત્યારે હવે પંતની સર્જરી કરવામાં આવશે. પંતને અકસ્માતમાં લિગામેન્ટમાં ઈજા થઈ છે. પંતની સારવાર માટે તેને દહેરાદુનથી મુંબઈ ખસેડા બાદ હવે અહીં જ તેની સર્જરી કરાશે.

બીસીસીઆઈ તરફથી જય શાહે આ મુદ્દે માહિતી આપી હતી અને એક નિવેદનમાં જણાવ્યુ કે, રિષભ પંતને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાશે. અહીં સેન્ટર ફોર સ્પોર્ટ્સ મેડીસીનના ડાયરેક્ટર ડો.દિનશા પંતની દેખરેખ કરશે. અહીં જ રિષભ પંત લિગામેન્ટ ટીયર સર્જરી કરાવશે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેના પર નજર રાખી રીહ છે. બોર્ડ તેની રિકવરી ઝડપી બનાવવા અને પંતને શક્ય તમામ સહાયતા આપવા માટે શક્ય તમામ પ્રયાસો કરશે.
અહીં તમને જણાવી દઈએ કે, બીસીસીઆઈએ પંતને દહેરાદુનથી મુંબઈ એકલિફ્ટ કરવાની જાહેરાત કરી હતી. પંતને એક લિફ્ટ કરાતો વીડિયો પણ વાયરલ થયો છે. હવે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો જરૂર પડશે તો પંતની ભારતની બહાર અન્ય કોઈ દેશમાં લઈ જઈ શકાય છે.
રિષભ પંત ભયંકર અકસ્માતનો ભોગ બન્યા બાદ હવે ગંભીર ઈજાઓ સારી થતા સમય લાગશે. વિગતો અનુસાર, પંતને 3 થી 6 મહિના આસપાસનો સમય લાગી શકે છે. પંત આઈપીએલ માટે મેદાનમાં ઉતરી શકશે નહીં.












Click it and Unblock the Notifications
