IPL-6: રોમાંચક મુકાબલામાં બેંગલોરે મુંબઇને આપી માત
બેંગલોર, 5 એપ્રિલ: આઇપીએલ સીઝન છના એક રોમાંચક મુકાબલામાં બેંગલોરે મુંબઇની ટીમને 2 રનથી હરાવી દિધું. મેચનો ફેસલો છેલ્લા બોલ પર થયો. ક્રિસ ગેઇલે આઇપીએલની શરૂઆતમાં પોતાના ઝલવા બતાવ્યા છે. તેણે અણનમ રહેતા શાનદાર 92 રન ફટકારી તેમજ આર. વિનય કુમારે માત્ર 27 રન આપી 3 વિકેટના કારણે બેગલોરને વિજય અપાવ્યો હતો.

કાર્તિક, કપ્તાન રિકી પોટિંગ 28, સચિન તેંડુલકર 23 રાયડુના સારા એવા પર્ફોમન્સના કારણે મુંબઇએ એક હિસાબે બેંગલોર પાસેથી મેચ છીનવી લીધી હતી. 19મી ઓવર સુધી મુંબઇનું પલડું ભારી રહ્યું હતું. પરંતુ વિનયએ પોતાની ટીમને શાનદાર વિજય અપાવ્યો.












Click it and Unblock the Notifications
