ચેમ્પિયન્સ લીગઃ રાજસ્થાન રોયલ્સે મુંબઇને હરાવ્યું

જયપુર, 22 સપ્ટેમ્બરઃ વિક્રમજીત મલિકની ધારદાર બોલિંગ અને સંજૂ સેમસનની અડધી સદી(54 રન)ની મદદથી રાજસ્થાન રોયલ્સે ચેમ્પિયન્સ લીગ ટી20ના ગ્રુપ બી મેચમાં શનિવારે મુંબઇ ઇન્ડિયન્સને સાત વિકેટથી હરાવ્યું.

જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં આઇપીએલ 2013 દરમિયાન તમામ મેચ જીતનારી રોયલ્સની ટીમે પોતાનો વિજય અભિયાન જારી રાખતા મુંબઇના 143 રનના લક્ષ્યાંકને 2 બોલ બાકી હતા ત્યારે જ 3 વિકેટ પર હાંસલ કરી લીધો.

રોયલ્સના ઓપનર અજિંક્ય રહાણેએ પણ 33 રન બનાવ્યા. સ્ટૂઅર્ટ બિન્નીએ 27 અને શેન વોટ્સને 22 રન બનાવ્યા.

Royals-win
આ પહેલાં મુંબઇ ઇન્ડિયન્સ ટીમના સુકાની રોહિત શર્મા(44) અને કેરન પોલાર્ડ(42) ઉમદા બેટિંગના જોરે લીગના મેઇન રાઉન્ડમાં પોતાની પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની સામે 143 રનનો લક્ષ્યાંક રાખ્યો.

ટોસ જીતીને પહેલાં બોલિંગ કરતા રાજસ્થાન રોયલ્સ ટીમે એક સમયે 43 રનો પર મુંબઇની ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રોહિતે પોલાર્ડ સાથે મળીને સ્કોરને સન્માનજનક યોગ સુધી પહોંચાડ્યો.

મુંબઇની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ પર 142 રન બનાવવામાં સફળ રહી. સચિને આ વર્ષે આઇપીએલમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ચેમ્પિયન્સ લીગ માટે તેમણે આશ્ચર્યજનક રીતે ટીમમાં પુનરાગમન કર્યું.

આ રીતે રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડનું પણ આ અંતિમ ટી-20 આયોજન હશે. દ્રવિડ પણ આ માધ્યમથી ટી-20 મેચોમાંથી નિવૃત્તિ લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X