RR Vs GT : હેટમાયરની ધમાલ સામે ગુજરાત ધરાસાઈ, રાજસ્થાનની 4 વિકેટે જીત
ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે અમદાવાદમાં રમાયેલા ધમાકેદાર મુકાબલામાં રાજસ્થાને ગુજરાતને હરાવીને ગઈ વખતની ફાઈનલ હારનો બદલો લીધો છે. 178 રનના ટાર્ગેટ માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને મેચ પોતાના નામે કરી લીધો છે.
પહેલી ઈનિંગ્સમાં બેટિંગ માટે ઉતરેલી ગુજરાત ટાઈટન્સે 7 વિકેટે 177 રન બનાવ્યા હતા. ગુજરાત માટે ડેવિડ મિલરે 46, શુભમન ગિલે 45 અને હાર્દિક પંડ્યાએ 28 રનની ઈનિંગ્સ રમી હતી. તો સામે બોલિંગમાં સંદિપ શર્માએ 2, એડમ જમ્પા અને યજુવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગ્સમાં રન બનાવવા માટે ઉતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી નહોંતી. રાજસ્થાનની 4 રનના બે વિકેટ પડી ગઈ હતી. આ પછી દેવત્તક પેડ્ડિકલ અને સંજુ સેમસને બાજી સંભાળવાની કોશિશ કરી. અહીં સંજુ સેમસને ધમારેદાર 60 રનની ઈનિંગ્સ રમી.
આ પછી મોરચો શિમરોન હેટમાયરે સંભાળ્યો અને ધમાકેદાર બેટિંગ સાથે અડધી સદી ફટકારી ટીમને જીત અપાવી. અહીં આર અશ્વિને અંતિમ ઓવરોમાં એક સિક્સ અને ફોર ફટકારીને જીત આસાન બનાવી દીધી. અહીં તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં આ ગુજરાતની બીજી હાર છે.












Click it and Unblock the Notifications
