‘મારા માટે લારા અને સચિન બન્ને સરખા’

બેંગ્લોર, 2 ઑગસ્ટઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટીવ વોએ સચિન તેંડુલકર અને બ્રાયન લારાની તુલના કરવાનો ઇન્કાર કરી દીધો છે. સ્ટીવનું કહેવું છે કે, મારા માટે બન્ને ખેલાડી એક જેવા છે. બન્ને અલગ-અલગ સ્થિતિઓમાં સારું પ્રદર્શન કરે છે અને પોતાની ટીમ માટે મેચ જીતે છે. સચિન જ્યાં કરોડો આશાઓનો ભાર પોતાના ખભા પર લઇને પ્રદર્શન કરે છે તો, બીજી તરફ લારા એક નબળી ટીમનો સભ્ય હતો.

steve-waugh
સ્ટીવે લારા અને સચિન બન્નેને અવિશ્વસનીય ખેલાડી ગણાવ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની રિકી પોન્ટિંગે લારાને સચિન કરતા સારો ખેલાડી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જો મને ખબર પડતી કે લારા આગલા દિવસે બેટિંગ કરવા માટે આવવાનો છે તો હું આખી રાત ઉંઘી શકતો નહોતો. બીજી તરફ સચિન માટે આવી અનુભૂતિ નથી થતી, કારણ કે તેને રન બનાવતા રોકી શકાય છે.

ડીઆરએસ પર સ્ટીવે કહ્યું કે, આ એક શાનદાર વિકલ્પ છે, એશિઝમાં કેટલાક નિર્ણય અમારા પક્ષમાં રહ્યાં તો કેટલાક વિરોધમાં, પરંતુ અમે તેના પક્ષમાં છીએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X