For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સચિનની એક ચેતવણીએ બદલી નાંખ્યો 'એંગ્રી યંગમેન' યુવીને

By Super
|
Google Oneindia Gujarati News

yuvraj-singh
મુંબઇ, 18 એપ્રિલઃ તણાવપૂર્ણ સમયમાં પોતાને સંયમિત રાખવો એ સારા ખેલાડીની ઓળખ છે અને યુવરાજ સિંહે આ કળા અન્ય કોઇ પાસેથી નહીં પરંતુ સચિન તેંડુલકર પાસેથી શીખી છે, જેમણે આ ડાબા હાથના બેટ્સમેનને ત્યારે ચેતવણી આપી હતી, જ્યારે તેણે ખરાબ પ્રદર્શન બાદ પોતાના બેટે પર ગુસ્સો કાઢ્યો હતો.

યુવરાજે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સસ્તામાં આઉટ થયા બાદ જાન મૈકનરો જેવી પ્રતિક્રિયા વ્યક્ત કરતા પોતાના બેટ પર ગુસ્સો કાઢ્યો હતો અને તેને તોડી નાંખ્યુ હતુ, જે વાત તેંડુલકરને આ વાત સારી નહોતી લાગી અને તે એ સમયે ડ્રેસિંગ રૂમમાં હાજર હતા.

યુવરાજે આઇપીએલ અભિયાન અંતર્ગત પ્યૂમા ક્રિકેટ સ્ટૂડિયો દ્વારા અપલોડ કરવામાં આવેલા છ મીનિટના વીડિયોમાં એડમ ગિલક્રિસ્ટને કહ્યું, આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થયું હતું અને અમે મુંબઇમાં રમી રહ્યાં હતા, હું સારા રન બનાવી શક્યો નહોતો. હું આવ્યો અને મે મારું બેટ જમીન પર ફટકાર્યુ, જેના કારણે તે તૂટી ગયું હતું.

સચિને મારી તરફ જોયુ અને તે ઘણા ગુસ્સામાં હતા. તેમણે મને કહ્યું કે, તુ આ ક્રિકેટના કારણે જ પૈસા કમાય છે અને ખાવાનું ખાય છે. તેથી બીજી વખત આવુ ના કરતો અને ત્યારબાદ મે આવું ક્યારેય નથી કર્યું.

English summary
Keeping cool in stressful times is a hallmark of a good sportsperson and Yuvraj Singh learnt it the hard way from none other than Sachin Tendulkar., who scolded the left-hander after he abused his cricket equipment following a poor performance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X