For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી વધુ સર્ચિંગ થવાના મામલે સચિને બધાને પછાડ્યા

|
Google Oneindia Gujarati News

ક્રિકેટને અલવિકા કહીં ચૂકેલા મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર ચાલું વર્ષે ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતા ખેલાડી બની ગયા છે. ગુગલ દ્વારા જારી કરવામાં આવેલા આકંડાઓ અનુસાર, સચિન સૌથી વધુ સર્ચ કરવામાં આવતી ભારતીય હસ્તીઓમાં ટોપ 10માં સામેલ છે.

તેંડુલકર ઉપરાંત સર્વાધિક સર્ચ થનારા ખેલાડીઓમાં મિલ્ખા સિંહ, ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની, અર્જેન્ટિના ફુટબોલ ટીમના સ્ટાર સ્ટ્રાઇકર લિયોનેલ મેસી, સ્વિટ્ઝરલેન્ડના ટોચના ટેનિસ સ્ટાર રોજર ફેડરર, ભારતની ટોચની મહિલા ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા, રાહુલ દ્રવિડ, ક્રિસ ગેલ, રવિન્દ્ર જાડેજા અને ભારતીય ટોચ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલ સામેલ છે.

sachintendulkargooglesearch
ગૂગલ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર, આ વર્ષે ભ્રષ્ટાચારથી લિપ્ત આઇપીએલ ટ્રેંડિંગ યાદીમાં બીજા સ્થાન પર રહી. ગુગલ ઇન્ડિયાએ એક વક્તવ્ય જારી કરીને કહ્યું કે, આઇપીએલ-6એ રન અને પરિણામ જાણવા માટે ઓનલાઇન સર્ચના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા.

દૂરસંચાર કંપની ભારતીય એરટેલ દ્વારા બુધવારે જારી એરટેલ મોબીટ્યૂડ 2013ના નિર્ણયો અનુસાર પણ ખેલની શ્રેણીમાં સચિન તેંડુલકર સર્વાધિક સર્ચ કરવામાં આવનારી હસ્તીઓમાં સૌથી ઉપર રહ્યાં અને ગયા વર્ષની સરખામણીએ 124 ટકાની બઢત નોંધાવી. રોજર ફેડરર બીજા નંબર પર રહ્યાં. ધોની અને યુવરાજને ટોપ 5માંથી હટવું પડ્યું, તેમના સ્થાને સેરેના વિલિયમ્સ, સાનિયા મિર્ઝા અને સાઇના નેહવાલે લઇ લીધી છે.

આઇપીએલ -6ની ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સના સુકાની રાહુલ દ્રવિડ ટોપ પાંચમાં રહ્યાં. નોંધનીય છે કે, આઇપીએલ-6માં સ્પોટ ફિક્સિંગ અને સટ્ટેબાજીના આરોપમાં ફસાયેલા ત્રણેય ખેલાડી, એસ.શ્રીસંત, અજિત ચંડીલા અને અંકિત ચવ્હાણ પણ રાજસ્થાનની ટીમના જ હતા અને દ્રવિડે આ મામલે ગવાહી આપવાનું સ્વિકાર્યું હતું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X