સચિનના નામે નવુ કિર્તિમાન, 50 હજારી બનનાર પહેલો એશિયન

કીર્તિમાનોના બાદશાહ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શનિવારે 26 રન બનાવતાની સાથે જ પોતાની શાનદાર કારકિર્દીમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધી જોડી દીધી. સચિન ક્રિકેટના તમામ સંસ્કરણમાં 50 હજાર બનાવનાર વિશ્વના 16માં અને એશિયાના પહેલાં ક્રિકેટર બની ગયા છે.

સચિને આ કારનામો ચેમ્પિયન્સ લીગ ટી20 મેચમાં કર્યો. ગત મેચમાં ખાતુ નહીં ખોલનાર સચિને શનિવારે દર્શકોને નિરાશ કર્યા નહી અને આ વચ્ચે આ મહત્વપૂર્ણ સિદ્ધિ હાસલ કરી. ફિરોજશાહ કોટલા પર ફરીથી બધાની નજર સચિન પર ટકેલી હતી. તેણે ચોથી ઓવરમાં રવિ રામપાલના બોલ પર મીડ ઓફ પર ચોગ્ગો ફટકારીને દર્શકોનો ઉત્સાહ વધારી દીધો. ત્યારબાદ ઓટલેની ઓવરમાં છગ્ગો ફટકારીને દર્શકોને રોમાંચિત કરી દીધા હતા.

સ્ટેડિયમમાં સચિનનું નામ ગુંજવા લાગ્યું હતુ. ક્રિકેટના બાદશાહને ટૂંકમાં પોતાની ઇનિંગનો 26મો રન લઇને આ સિદ્ધિ હાંસલ કરી, જ્યાં આજસુધી એશિયાનો કોઇ બેટ્સમેન પહોંચી શક્યો નહોતો.

યુવરાજે પાઠવી શુભેચ્છા
સચિને તેંડુલકરે કીર્તિમાન પર સૌથી પહેલા ટિપ્પણી યુવરાજ સિંહની આવી. તેણે ટ્વિટ કર્યું કે પાજી પચાસ હજાર રન, તમારા ચરણે મારા તરફથી માથુ ટેકવી દો.

307 પ્રથમ શ્રેણીમાં

307 પ્રથમ શ્રેણીમાં

307 પ્રથમ શ્રેણીમાં 25,228 રન

લિસ્ટ એની 551 મેચોમાં

લિસ્ટ એની 551 મેચોમાં

લિસ્ટ એની 551 મેચોમાં 21,999 રન

ટી20ની 95 મેચોમાં

ટી20ની 95 મેચોમાં

ટી20ની 95 મેચોમાં 2773 રન

આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં

આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં

આંતરરાષ્ટ્રીય ટેસ્ટમાં 198 મેચમાં 15837 રન

આંતરરાષ્ટ્રીય વનડેમાં

આંતરરાષ્ટ્રીય વનડેમાં

આંતરરાષ્ટ્રીય વનડેમાં 463 મેચોમાં 18426 રન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X