Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શારાપોવાની કોમેન્ટ પર સચિને આપ્યો આવો જવાબ

નવી દિલ્હી, 23 જુલાઇઃ સચિન તેંડુલકરે કહ્યું છેકે રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવા દ્વારા જે કોમેન્ટ કરવામાં આવી હતી કે તે મને નથી ઓળખતી તેને હું અનાદર તરીકે નથી જોતો. તે ક્રિકેટનો ફોલો નથી કરતી.

મારિયા શારાપોવાને વિમ્બલડનમાં એક પત્રકાર પરિષદમાં સચિન તેંડુલકર અંગે પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તે સચિન તેંડુલકરને જાણતી નથી. શારાપોવાના આ પ્રકારના નિવેદન બાદ સચિન તેંડુલકરના ચાહકો દ્વારા સોશિયલ મીડિયામાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. આ ચેમ્પિયનશીપ દરમિયાન સચિન તેંડુલકર ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની એન્ડ્ર્યુ સ્ટ્રોસ સાથે રોયલ બોક્સમાં હતો.

Sachin-Tendulkar-reacts-to-Maria-Sharapova-comment
સચિનને લઇને આ પ્રકારની કોમેન્ટ આપવા બદલ શારાપોવાના ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં ગંભીર પ્રતિક્રિયાઓ આપવામાં આવી. જોકે બાદમાં શારાપોવાએ મૌન સેવી લીધું હતું. શારાપોવાને પૂછવામાં આવ્યું હતું કે, ડેવિડ બેકહેમના સમયગાળામાં જ સચિન તેંડુલકર પણ આવ્યા હતા. શું તમે જાણો છો કે કોણ સચિન છે. જેના જવાબમાં ફ્રેન્ચ ઓપન ચેમ્પિયને જવાબ આપ્યા હતો કે, ના.

વિમ્બલડન દરમિયાન સચિન તેંડુલકર અવાર-નવાર રોયલ બોક્સની મુલાકાત લે છે, તેમજ સ્વિસ ખેલાડી રોજર ફેડરરની મેચમાં તે અવશ્ય હાજર હોય છે, ફેડરરે સચિન તેંડુલકર સાથેની તસવીર પણ પોતાના ટ્વિટર એકાઉન્ટમાં પોસ્ટ કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X