For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયા' થી આજે સચિનને સન્માનિત કરાશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sachin
મુંબઇ, 6 નવેમ્બર: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને મંગળવારે ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયા' થી સન્માનિત કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયાના કલા મંત્રી સાઇમન ક્રીન મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન સચીનને આપવામાં આવશે. આ સન્માન ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયાના છ ગ્રેડમાંથી એક છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આ સન્માન મળતાં તેમના ખાતામાં વધુ એક ઉપલબ્ધિ જોડાશે. ગત મહિને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન જૂલિયા ગિલાર્ડે જાહેરાત કરી હતી કે આ મહાન ક્રિકેટરને ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયાની સદસ્યતાથી સન્માનિત કરવામાં આવે. કોઇ બિન ઓસ્ટ્રેલિયાઇ નાગરિકને આ સન્માન ક્યારેય આપવામાં આવતું નથી.

આ સન્માન મેળવાનાર સચિન બીજા ભારતીય છે. આ પહેલાં પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીને સન્માનિત કરવામાં આવ્યાં હતા. સોરાબજીને વર્ષ 2006માં 'ઓસ્ટ્રેલિયા-ભારત દ્રિપક્ષી કાનૂની સંબંધી માટે' ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયાના માનદ સભ્ય બનાવવામાં આવ્યાં હતા.

થોડા દિવસો પહેલાં ભારતની યાત્રાએ આવેલા જૂલિયા ગિલાર્ડે પત્રકારોને કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા અને ભારતને જોડવામાં ક્રિકેટની મુખ્ય ભૂમિકા રહી છે. બંને દેશ ક્રિકેટના દિવાના છે. મને ખુબ જ ખુશી થઇ રહી છે કે અમે સચિન તેંડુલકરને ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયાની સદસ્યતા આપવા જઇ રહ્યા છીએ. તેમને કહ્યું હતું કે આ ખાસ સન્માન છે. આ સન્માન બહુ ઓછા એવા વ્યક્તિને આપવામાં આવે છે કે જે ઓસ્ટ્રેલાઇ નાગરિક કે ઓસ્ટ્રેલાઇ ના હોય. કેબિનેટ મંત્રી સાઇમન ક્રીન પોતાની ભારત યાત્રા દરમિયાન તેમને આ પુરસ્કારથી સન્માનિત કરશે.

સચિન ઓર્ડર ઑફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત થનાર પ્રથમ ક્રિકેટર હશે. આ પહેલાં 2009માં વેસ્ટઇન્ડિઝના ક્રિકેટર બ્રાયન લારાને પણ આના સદસ્ય બનાવાયા હતા.

English summary
Sachin Tendulkar is set to add another feather to his already crowded cap as he would be conferred the membership of the Order of Australia on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X