For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન ગ્રાંપીમાં નહી આવે માસ્ટર બ્લાસ્ટર સચિન

By Super
|
Google Oneindia Gujarati News

sachin tendulkar
નવીદિલ્હી, 27 ઑક્ટોબરઃ ગયા વર્ષે પહેલી ઇન્ડિયન ગ્રાંપ્રીને હરી ઝંડી દર્શાવનાર ચેમ્પિયન ક્રિકેટર સચિન તેંડુલકર આ વખતે રેસમાં જોવા નહીં મળે, તો યુવરાજ સિંહ પણ રેસના દિવસે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ પર પહોંચશે.

મોટરસ્પોર્ટ્સના રસિયા સચિન પહેલી ઇન્ડિયન ગ્રાંપ્રીમાં પત્ની સાથે આવ્યા હતા. આ વખતે તે મુંબઇ માટે સત્રના પહેલી રણજી મેચ રમશે, જે બેથી પાંચ નવેમ્બર સુધી વાનખેડે સ્ટેડિયમમાં રેલવે વિરુદ્ધ રમાશે.

તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં ચેમ્પિયન્સ લીગ રમીને પરત ફરેલા સચિને મેચ માટે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. પોતાનુ ફોર્મ પરત મેળવવા માટે ઝઝૂમી રહેલા સચિન ત્રણ વર્ષ પછી રણજી ક્રિકેટ રમશે.

સચિનનો મોટરસ્પોર્ટ્સ પ્રત્યેનો પ્રેમ કોઇનાથી છૂપો રહ્યો નથી. તેણે સાત વખતના ચેમ્પિયન ફેરારીના પૂર્વ ડ્રાઇવર માઇકલ શૂમાકરે ફરારી કાર ભેટ કરી હતી. કેન્સરથી ઉભરેલા ભારતીય ટીમમાં પુનરાગમન કરનાર યુવરાજ સિંહ રવિવારે મેચ જોવા પહોંચશે. આ વાતની પૃષ્ટિ તેમના નજીકના સૂત્રોએ આપી છે. તો ટેનિસ સ્ટાર સાઇના મિર્ઝા પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે રેસ જોવા માટે આવશે.

એવી અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર પણ રેસ જોવા આવશે પરંતુ તેમના નીકટના સૂત્રોએ આ વાતને સમર્થન આપ્યું નથી. શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગાકારા પણ રેસના દિવસે અહીં આવશે, આ ઉપરાંત ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોની, સ્પિનર હરભજન સિંહ, વિરાટ કોહલી, સુરેશ રૈના અને વીરેન્દ્ર સેહવાગ પણ આવે તેવી અટકળો છે.

એવા સમાચાર છે કે લંડન ઓલમ્પિકમાં મેડલ જીતનાર ભારતના છ ખેલાડીઓ નિશાનેબાજ ગગન નારંગ, વિજય કુમાર, મુક્કેબાજ એમસી મેરીકોમ, પહેલવાન સુશીલ કુમાર અને યોગેશ્વર દત્ત, બેડમિન્ટન ખેલાડી સાઇના નહેવાલને પણ મેચ જોવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ફિલ્મ અભિનેતા અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા પોતાની આવનારી ફિલ્મ 'સન ઓફ સરદાર'ના પ્રમોશન માટે આવી રહ્યાં છે, આ ઉપરાંત સુપરસ્ટાર શાહરુખ ખાન, રિતિક રોશન,સુજૈન રૌશન અને ચંકી પાન્ડે પણ આવે તેવા અહેવાલ છે.

English summary
Veteran cricketer Sachin Tendulkar, who waved the chequered flag at the inaugural Indian Grand Prix, will miss the second edition of the Formula One race to play a Ranji match for his Mumbai team.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X