સાઇના ડેનમાર્ક ઓપનના સેમિફાઇનલમાં પહોંચી

ત્રીજા ક્રમની સાઇનાએ પાંચમાં ક્રમની બાઉનને 21-10, 21-11થી હરાવવામાં માત્ર 33 મિનિટનો જ સમય લીધો હતો. હવે સાઇનાનો એવી ખેલાડી સાથે મુકાબલો છે જેણે છેલ્લા છ મુકાબલામાં તેને માત આપી છે.
લંડન ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને ઇતિહાસ રચ્યા બાદ સાઇનાની આ પ્રથમ ટૂર્નામેન્ટ છે. શુક્રવારે સાઇનાને આ મેચમાં કોઇ મહેનત કરવી પડી ન હતી. સાઇનાએ સરળતાથી આ મેચમાં વિજય મેળવી લીધો હતો.
જોકે સાઇનાને સેમિફાઇનલમાં વાંગનો સામનો કરવો પડશે. વાંગે લંડન ઓલિમ્પિકમાં સેમિફાઇનલમાં સાઇનાને માત આપી હતી.












Click it and Unblock the Notifications
