For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફ્રેંચ ઓપન સુપર સીરિઝમાં સાઇનાની વિજયી શરૂઆત

|
Google Oneindia Gujarati News

saina nehwal
પેરિસ, 25 ઓક્ટોબર: ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ફ્રેંચ ઓપન સુપર સીરિઝની મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં પોતાના અભિયાનની શરૂઆત ચીનની લી હાનને માત આપીને વિજય સાથે કરી હતી. ભારતના સૌરભ વર્મા પુરુષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં ઇન્ડોનેશિયાના સોની દ્વિ કુંકરોથી 20-22, 16-21થી બહાર થઇ ગયા હતા.

રવિવારે ડેનમાર્ક ઓપન સીરિઝ પર કબ્જો જમાવ્યા બાદ સાઇનાએ ચીનની લી હાનને 21-11, 16-21, 21-19થી બુધવારે માત આપી હતી. સાઇનાએ એક કલાકના લાંબા સંઘર્ષ બાદ આ મુકાબલા પર વિજય મેળવ્યો હતો. બીજા રાઉન્ડમાં સાઇનાનો હવે થાઇલેન્ડની સપશ્રી તાઇરતનચઇ સાથે મુકાબલો થશે.

સાઇનાએ પહેલી ગેમમાં 21-11થી જીત મેળવી લીધી. લીએ બીજી ગેમમાં ધીરજથી કામ લઇ સાઇનાને 21-16થી માત આપી. જ્યારે ત્રીજી અને અંતિમ રમતમાં સાઇનાએ લીને કોઇ તક આપી નહી અને 21-16થી માત આપીને મેચ પર વિજય મેળવ્યો હતો.

English summary
Top seed Saina Nehwal survived a mighty scare before winning against a little-known Chinese player 21-11, 16-21, 21-19 in the first round of the French Open Super Series in Paris on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X