આ ફોટાને કારણે સાઇના પર લાગ્યો દેશદ્રોહી હોવાનો આરોપ

Subscribe to Oneindia News

બેડમિંટન સ્ટાર સાઇના નહેવાલ કે જેણે એક વાર નહિ પરંતુ ઘણી વાર પદકો જીતીને દેશનું નામ રોશન કર્યુ છે. તેના પર હાલમાં દેશદ્રોહી હોવાનો આરોપ લાગી રહ્યો છે. સાઇના પર દેશદ્રોહનો આરોપ લાગ્યો છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને એક ફોટાને કારણે દેશદ્રોહી કહી રહ્યા છે.

saina

કેમ દેશદ્રોહી બની સાઇના

સ્ટાર પ્લેયર સાઇના નહેવાલે ફેસબુક પર પોતાનો એક ફોટો મૂક્યો હતો. આ ફોટોમાં સાઇના પોતાના નવા ફોન સાથે ઉભી હતી. ફોટા સાથે કેપ્શન લખ્યુ હતુ, 'મારો નવો Honor 8 ફોન, આ ફોન અને તેનો કલર મને બહુ ગમે છે.'

સાઇના દ્વરા Honor 8 ની પ્રશંસા લોકોને પચી નહિ. આ ચાઇનીઝ ફોનની સાઇના દ્વારા કરવામાં આવેલી પ્રશંસાથી લોકો નારાજ થયા. લોકોએ તેના પર ચાઇનીઝ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો. લોકોએ સોશિયલ મીડિયા પર તેને ખરી-ખોટી સંભળાવી. કોઇકે તેને ચાઇનીઝ ફોનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી. કોઇકે લખ્યુ અમે તને ત્યાં સુધી નફરત કરતા રહીશુ જ્યાં સુધી તુ કોઇ ભારતીય ફોન ન ખરીદી લે. કોઇકે તેને પીએમ મોદીને સહકાર આપવાની સલાહ આપી. જો કે સાઇનાના સમર્થકોની પણ કંઇ ઉણપ નહોતી. તમને જણાવી દઇએ કે દિવાળી પહેલાથી જ ભારતમાં લોકો ચીની માલસામાનનો વિરોધ કરી રહ્યા છે.

English summary
Saina took to Facebook to flaunt to the world her new phone, Honor 8. And the reason why people are calling her so was the lamest ever.
Please Wait while comments are loading...