બીસીસીઆઇની પસંદગી કમિટીમાં સંદિપ પાટિલ, અમરનાથની હકાલપટ્ટી

શ્રીકાંતના સ્થાને 56 વર્ષિય પાટિલની નિયુક્તિ કરવામાં આવી છે. પાટિલના નામની જાહેરાત એક આશ્ચર્ય પમાડે તેવી બાબત બની રહી છે, કારણ કે બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠક મળી તેમાં સંભવિત ઉમેદવારોમાં પણ તેમના નામનો ઉલ્લેખ નહોતો.
રોજર બિન્ની(સાઉથ), વિક્રમ રાઠોડ(નોર્થ), સબા કરિમ(ઇસ્ટ) અને રાજેન્દર સિંહ હન્સ(સેન્ટ્રલ)નો નવી પેનલમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે પૂર્વ ક્રિકેટર મોહિન્દર અમરનાથને માત્ર એક વર્ષના સમયગાળા બાદ જ હટાવી લેવામાં આવ્યાં છે.
ભારત માટે વર્ષ 1986 અને 1992માં વિકેટકીપર અને બેટ્સમેન તરીકે રમનાર ચંન્દ્રકાત પંડિતને જૂનિયર સિલેક્શન કમિટીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે.
તેમજ એજીએમ દ્વારા એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પસંદગીકારોના વાર્ષિક મહેનતાણામાં વધારો કરવામાં આવ્યો છે, જે વધારીને રૂ. 40 લાખથી રૂ. 60 લાખ કરવામાં આવ્યો છે, જ્યારે જૂનિયર પસંદગીકારોનું મહેનતાણું રૂ. 20 લાખથી વધારીને રૂ. 40 લાખ કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
