Sania Mirza New Boyfriend : દુબઈમાં મોહમ્મદ શમી સાથે ઈલુ ઈલુ કરી રહી છે સાનિયા મિર્ઝા? જુઓ વાયરલ ફોટો
Sania Mirza Mohammed Shami Affair : ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં છે. ડિવોર્સ બાદ તે હાલ તેના દિકરા સાથે લંડનમાં છે.
સાનિયા મિર્ઝા તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં છે. ડિવોર્સ બાદ તેનું નામ સતત ભારતીય બોલર મોહમ્મદ શમી સાથે જોડવામાં આવી રહ્યું છે.

હાલ સોશિયલ મીડિયા પર સાનિયા મિર્ઝા અને મોહમ્મદ શમીના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ ફોટો સામે આવ્યા બાદ બન્ને દુબઈમાં રોમાન્સ કરી રહ્યાં હોવાના અહેવાલો વહેતા થયા છે.
સાનિયાનું નામ વારંવાર ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર મોહમ્મદ શમી સાથે પણ જોડાઈ રહ્યું છે ત્યારે અને લોકો દાવો કરી રહ્યાં છે કે શમી અને સાનિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.
આ દરમિયાન શમી અને સાનિયાની ચર્ચા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ગરમાઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને હાલમાં દુબઈમાં એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. ક્રિકેટ ગુરુ નામના ફેસબુક પેજ પર કેટલીક તસવીરો અપલોડ કરવામાં આવી છે.
આમાં સાનિયા અને શમી સાથે જોવા મળી રહ્યાં છે. કેટલાક લોકો આને બેસ્ટ કપલ ગણાવી રહ્યાં છ તો બીજી તરફ હકીકત તપાસ્યા બાદ મામલો અલગ હોવાનું જાણવા મળ્યું છે. સાનિયા અને શમી એકસાથે નથી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ની મદદથી ડીપ ફેક ફોટા બનાવીને શેર કરવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, સાનિયા મિર્ઝા તેના પ્રોફેશનલ કામમાં વ્યસ્ત છે. સાનિયા મિર્ઝા અબુ ધાબીમાં વર્લ્ડ ટેનિસ લીગ દરમિયાન પ્રસારણમાં વ્યસ્ત છે. શમી અને તેની સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. તેના નકલી ફોટા બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે અને આ એક ક્રાઈમ છે.
બીજી તરફ મોહમ્મદ શમી ઈજામાંથી બહાર આવ્યા બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળ્યો છે. હવે તે ફિટ થઈને મેદાન પર પરત ફરવા ઈચ્છે છે. શમી ગયા વર્ષે વનડે વર્લ્ડ કપ બાદથી બહાર છે.












Click it and Unblock the Notifications
