રવિન્દ્ર જાડેજા ચમક્યો, સૌરાષ્ટ્રનો 270 રને વિજય

ravindra-jadeja
રાજકોટ, 11 ડિસેમ્બર: નાગપુરમાં ઇગ્લેંડ વિરૂદ્ધ ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર પ્રદર્શન કરતાં સૌરાષ્ટ્રની ટીમે રણજી ટ્રોફીની ગ્રુપ એ લીગ મેચના અંતિમ દિવસે બંગાળને 270 રને હરાવી છ અંક મેળવી લીધા છે.

સૌરાષ્ટ્રની ટીમ હવે પાંચ મેચોમાં 15 અંક મેળવી બીજા નંબરે પહોંચી ગઇ છે, જ્યારે આ સત્રમાં બંગાળની ત્રીજા હાર છે અને બાકી રહેલી મેચોમાં ટીમ મનોજ તિવારી વિના રમશે તેના છ મેચોમાં સાત અંક છે. સૌરાષ્ટ્રની ટીમે ગઇકાલે બંગાળને જીત માટે 431 રનનો ટાર્ગેટ આપ્યો હતો, બંગાળે આજે સવારે ત્રણ વિકેટના નુકારે 65 રનથી આગળ રમાવાનું શરૂ કર્યું હતું અને સૌરાષ્ટ્રના બોલરોના સારા પ્રદર્શનને કારણે આખી ટીમ 22.4 ઓવરમાં 160 રનમાં પેવેલિયન ભેગી થઇ ગઇ હતી.

સૌરાષ્ટ્ર માટે રવિન્દ્ર જાડેજાએ પ્રથમ અને બીજા દાવમાં ચાર-ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બેટીંગ કરતાં 70 અને 68 રન ફટકારી બે અર્ધસદી ફટકારી હતી. હવે તે નાગપુર ટેસ્ટ માટે રવાના થશે.

નયન દોષીએ પ્રથમ અને બીજા દાવમાં ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દાવમાં 209 જ્યારે બીજા દાવમાં આઠ વિકેટના નુકસાને 333 રન બનાવ્યા હતા. બંગાળ પ્રથમ દાવમાં 112 રન જ બનાવી શક્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X