For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સતત બીજી વખત કોલકતા નાઇટ રાઇડર્સનો પરાજય

By Super
|
Google Oneindia Gujarati News

kolkata night riders
કેપટાઉન, 16 ઑક્ટોબરઃ આઇપીએલ 5માં વિજયી થનાર કોલકતા નાઇટ રાઇડર્સનો ચેમ્પિયન્સ લિગ ટી20માં સતત બીજો પરાજય થયો છે. જેના કારણે તેની સેમીફાઇનલમાં પહોંચવાની આશાઓ પર પાણી ફેરવાઇ ગયું છે. પહેલી મેચમાં કોલકતાને દિલ્હીએ 52 રનથી હરાવ્યું હતું અને ગત કાલે રમાયેલી મેચમાં ઓકલેન્ડ એસેસની ટીમ સામે તેનો સાત વિકેટે પરાજય થયો હતો.

પ્રથમ બેટિંગ કરતા કોલકતાએ 6 વિકટ પર 137 રન બનાવ્યા, પરંતુ આ લક્ષ્ય ઓકલેન્ડ એસેસની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. ઓકલેન્ડના મહેમૂદે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 51 રન બનાવ્યા.

કોલકતાની શરૂઆત ખરાબ રહી, ગોતમ ગંભીર પાંચ રન બનાવીને આઉટ થઇ ગયો. મેક્કુલમે 40 અને બિસ્લાએ 38 રન બનાવ્યા. જ્યારે કોલકતાની ટીમ એક મોટા સ્કોર તરફ આગળ જઇ રહી હતી ત્યારે મહેમૂદે મનોજ તિવારી અને જેક્સ કાલિસને આઉટ કરી દીધા. બન્ને બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવી શક્યા નહોતા. ત્યાર બાદ શાકિબ અલ હસને 15 અને યૂસુફ પઠાણે 22 રન બનાવ્યા હતા.

જવાબમાં ઓકલેન્ડ 138 રનનો લક્ષ્યાંક ત્રણ વિકેટ ગુમાવીને 14 બોલ બાકી હતાં ત્યારે હાંસલ કરી લીધો. ઓકલેન્ડ માટે માઇકલ ગુપ્ટિલે 25 અને એલ વિસેન્ટે 30 રન બનાવ્યા. મેચમાં ચાર વિકેટ લેવા અને 51 રન બનાવવા બદલ અઝહર મહેમૂદને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

English summary
It is a second defeat for Kolkata Knight Riders in champions league 2012. Now KKR has no hope for semifinals.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X