ગાંગુલીએ કહ્યું, ‘પૂજારા-ઝહીરની ટીમ ઇન્ડિયાને જરૂર છે’

Posted By: Super
Subscribe to Oneindia News

કોલકતા, 20 જાન્યુઆરીઃ ન્યુઝીલેન્ડ સામેના પ્રવાસની પહેલી વનડેમાં હારી ગયા બાદ પૂર્વ ભારતીય સુકાની સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ભારતે પોતાની વનડે ટીમમાં ચેતેશ્વર પૂજારા અને ઝહીર ખાનની જરૂર છે. ઇશાંત શર્માની પસંદગીની ટીકા કરતા ગાંગુલીએ કહ્યું કે, ભારતે ઘણા રન ગુમાવ્યા, જ્યારે તેમી ટીમમાં વિરાટ કોહલીના રૂપમાં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન હતો.

sourav-ganguly
ગાગુંલીએ કહ્યું કે, મને લાગે છે, પસંદગીકર્તાઓએ બે ખેલાડીઓ ચેતેશ્વર પૂજારા અને ઝહીર ખાનના નામ અંગે વિચારવું જોઇએ. પૂજારાની આવી સ્થિતિમાં ખાસી જરૂર છે. તેમણે ટેસ્ટ ટીમમાં સારી રીતે તાલમેલ બેસાડી લીધો હતો અને મને વિશ્વાસ છે કે તે વનડેમાં પણ સારું પ્રદર્શન કરશે.

પૂર્વ સુકાનીએ કહ્યું કે, આ રીતે ઝહીરના બોલિંગ આક્રમણની જરૂર છે. જો તે ટેસ્ટમાં 30 ઓવર ફેંકી શકતો હોય તો પછી 10 ઓવર શા માટે ના ફેંકી શકે? ઇંશાતની ટીકા કરતા ગાંગુલીએ કહ્યું કે, તે અનુભવ સાથે વરિષ્ઠ ભારતીય બોલર છે, પરંતુ તેના પર દબાણ સતત રહે છે. મોહમ્મદ સામી ભારતીય બોલિંગની કરોડરજ્જૂ બની ગયો છે. તેમાં કોઇ શંકા નથી કે તે ભારતીય ક્રિકેટની શોધ છે, જે હું પહેલા પણ કહીં ચૂક્યો છું.

English summary
India need Cheteshwar Pujara and Zaheer Khan in their one-day line up, former captain Sourav Ganguly said today as India began their New Zealand tour with a defeat in Napier.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.