શુભમન ગીલ-સારા તેંડુલકરે એક સાથે નવા વર્ષની ઉજવણી કરી? જાણો કેમ શરૂ થઈ ચર્ચા?
Sara Tendulkar and Shubman Gill : ભારતીય ક્રિકેટર શુભમન ગીલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાના અહેવાલો વારંવાર આવતા રહે છે.
હાલ શુભમન ગીલ ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે અને સારા તેંડુલકર પણ ત્યાં જ છે. આ સ્થિતીમાં બન્નેએ સાથે નવા વર્ષની ઉજવણી કરી હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે.

સારા તેંડુલકર અને શુભમન ગીલ બન્નેએ સિડનીમાં નવા વર્ષની ઉજવણી કરી. જો કે આ ઉજણવીમાં બન્ને સાથે ક્યાય નથી દેખાયા, આ માત્ર ચર્ચા છે.
નવા વર્ષની ઉજવણી માટે સિડની હાર્બર ખાતે એકઠા થયેલા લાખો લોકોમાં ગીલ અને સારા પણ સામેલ હતા. આ સ્થળ તેના ભવ્ય ઉજવણી માટે ખૂબ પ્રખ્યાત છે. સારા ઘણા અઠવાડિયાથી ઑસ્ટ્રેલિયામાં રજાઓ માણી રહી હોવા છતાં તે નવા વર્ષની ઉજવણી કરવા સમયસર સિડની પહોંચી હતી.
જો કે એક જ શહેરમાં હોવા છતાં શુભમન અને સારાએ એકસાથે ઉજવણી નથી કરી. બન્નેએ મિત્રો સાથે ઉજવણી કરી. સારાએ આતસબાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
31 ડિસેમ્બરે ટીમ ઈન્ડિયા તેની આગામી મેચોની તૈયારી માટે સિડની પહોંચી છે. શુભમન ગીલે તેના સાથી ખેલાડીઓ ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, સરફરાઝ ખાન અને હર્ષિત રાણા સાથે નવા વર્ષની ઉજવણી કરી. આ ખેલાડીઓએ સિડનીના ઊંડા પાણીમાંથી પસાર થઈને ક્રુઝ પર નવા વર્ષને સેલિબ્રેટ કર્યુ.
ક્રુઝ પર ઉજવણી કરતા ગીલની એક તસવીરે ઓનલાઈન ઘણી ચર્ચા છેડી છે. ફોટોમાં ઉજવણીના વાતાવરણનો આનંદ માણતો અને 2025 નું સ્વાગત કરતો જોવા મળે છે.
સિડની તેના પ્રતિકાત્મક બંદર વિસ્તારને કારણે નવા વર્ષની ઉજવણી માટેનું લોકપ્રિય સ્થાન છે. દર વર્ષે હજારો લોકો સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર આકાશને ચમકાવતા અદભૂત આતસબાજી જોવા ભેગા થાય છે.












Click it and Unblock the Notifications
