• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજસ્થાન રોયલ્સનો સિદ્ધાર્થ ત્રિવેદી બનશે સરકારી સાક્ષી

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 31 મે: આઇપીએલ-6 સ્પૉટ ફિક્સિંગ મુદ્દે રાજસ્થાન રોયલ્સના એક વધુ ક્રિકેટર સિદ્ધાર્થ ત્રિવેદી પાસે દિલ્હી પોલીસે લોધી કોલોની સ્થિત સ્પેશિયલ સેલમાં પુછપરછ કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધાર્થ ત્રિવેદીએ પોલીસને જણાવ્યું હતું કે સાથી ખેલાડી અજીત ચંદીલાએ તેને 6 એપ્રિલના રોજ એક પાર્ટીમાં બોલાવ્યો હતો પરંતુ તે પાર્ટીમાં ગયો ન હતો.

સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ સિદ્ધાર્થ ત્રિવેદી આ કેસનો સાક્ષી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે કેસમાં પહેલાં જ રાજસ્થાન રોયલ્સના ત્રણ ખેલાડી એસ શ્રીસંત, અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ પોલીસ કસ્ટડીમાં છે. અંકિત ચૌહાણને લગ્ન માટે 6 જૂન સુધી શરતી જામીન આપ્યાં છે.

સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ પહેલાં આ કેસમાં ઉછળ્યું હતું. ખેલાડીઓની પુછપરછ દરમિયાન સિદ્ધાર્થ ત્રિવેદીનું નામ સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં ફિક્સિંગની વાત થઇ, ત્યાં સિદ્ધાર્થ ત્રિવેદી હાજર હતો. પોલીસે પહેલાં આ કેસમાં સિદ્ધાર્થ ત્રિવેદીને આરોપી માની રહી હતી, પરંતુ જેમ-જેમ તપાસ આગળ વધતી ગઇ, પોલીસને ખબર પડી કે તે આરોપી નથી, પરંતુ ફિક્સિંગનો સાક્ષી છે. માટે દિલ્હી પોલીસ સિદ્ધાર્થને સરકારી સાક્ષી બનાવવા માંગે છે.

પોલીસને આશા છે કે તેની પુછપરછ દરમિયાન કેટલાક વધુ ખેલાડીઓના નામ સામે આવી શકે છે. દિલ્હી પોલીસને રાજસ્થાન રોયલ્સના એક વિદેશી ખેલાડી પર શંકા છે. પોલીસના અનુસાર સટ્ટેબાજ સિદ્ધાર્થ ત્રિવેદી સાથે પણ ફિક્સિંગ કરવા માંગતા હતા. તે માટે અજીત ચંદીલાનો સહારો લેવામાં આવી રહ્યો છે, પરંતુ તે પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલાં સ્પૉટ ફિક્સિંગનો પર્દાફાશ થઇ ગયો.

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેને ફરિયાદી પક્ષનો સાક્ષી બનાવવામાં આવ્યો છે. તપાસકર્તાઓનું માનવું છે કે સિદ્ધાર્થ ત્રિવેદીની સાક્ષીથી તેમના આ કેસને મજબૂતી મળશે. અજીત ચંદીલાએ સટ્ટેબાજીની પાર્ટીમાં ભાગ લેવા માટે રાજસ્થાન રોયલ્સના બ્રેડ હોજ અને કેવિન કપૂરનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમને પણ આ આમંત્રણને નકારી કાઢ્યું હતું.

English summary
Rajasthan Royals player Siddharth Trivedi will be a prosecution witness in the IPL spot-fixing case in which three players of his team have been arrested.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X